Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 178
________________ પંચસૂત્ર ૧૬૫ અણગારને વરેલી ઉપમાઓ (૩) અગ્નિ સૂકી-લીલી સર્વ કાષ્ઠાદિક વસ્તુઓને બાળી નાખે છે, તેમ મુનિ પણ ધ્યાનરૂપી અગ્નિથી સઘળા નિકાચિત (મંદ નિકાચિત) કર્મરૂપી લાકડાને બાળીને ભસ્મ કરે છે. (૪) અગ્નિ અંધકાર દૂર કરી પ્રકાશ કરે છે, તેમ મુનિ મિથ્યાત્વરૂપી અંધકાર દૂર કરી સમ્યકત્વરૂપી દીપકનો પ્રકાશ કરે છે. (૫) જેમ અગ્નિ સુવર્ણને લાગેલા કાટ-કચરાને દૂર કરે છે, તેમ મુનિ મિથ્યાત્વમોહાદિ કચરાને દૂર કરે છે. (૬) અગ્નિ સુવર્ણ વગેરેને સ્વચ્છ કરે છે, તેમ મુનિ પોતાના આત્માને સ્થિરતા, સમતા તથા ઉપયોગદશાથી શુદ્ધ કરે છે. (૭) અગ્નિ જેમ ઇંટ-વાસણ વગેરે કાચી વસ્તુને પાકી બનાવે છે, તેમ મુનિ સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રથી શિષ્ય આદિ ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં મજબૂત-સ્થિર કરે છે, પરિપક્વ બનાવે છે. ૪. સમુદ્રની ઉપમા (૧) સમુદ્ર ગંભીર હોય છે તેમ મુનિ ગંભીર હોય છે, કોઇના ય દોષ પ્રગટ કરતા નથી. (૨) સમુદ્ર જેમ અનેક રત્નોની ખાણ છે, તેમ મુનિ જ્ઞાનાદિ ગુણ રત્નોના આકર (રત્નાકર) છે. (૩) સમુદ્ર કદી મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ, તેમ મુનિ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞારૂપ મર્યાદાનું કદી ઉલ્લંઘન કરે નહિ. (૪) સઘળી નદીઓ ચારે બાજુથી આવી મળવા છતાં સમુદ્ર જરાય ઉછળતો નથી, તેમ મુનિ શ્રી તીર્થંકરદેવની વાણી સાંભળે, શાસ્ત્રાધ્યયન કરે, ચારે અનુયોગનું જ્ઞાન સંપાદન કરે છતાં લેશ પણ અભિમાનથી ઉછળે નહિ. (૫) સમુદ્ર ગમે તેવા મચ્છ, કચ્છાદિના તોફાનથી ક્ષુબ્ધ ન થાય, તેમ મુનિ ગમે તેવા પ્રસંગે પણ ક્રોધાદિથી ઉછળે નહિ, કદાચ ક્રોધ આવી જાય તો દબાવી દે. ક્રોધને નિષ્ફળ બનાવે. (૬) જેમ સમુદ્ર સુંદર કલ્લોલ-મોજાઓથી સહિત હોય છે, તેમ મુનિ સ્વ-પર

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194