________________
૫૩
કલશ-૧૧૮ છતાં તે એમાં નથી.
જ્યારે ગાંધીજી નૌઆખલી ગયા હતા ત્યારે મુસલમાન હિન્દુને બહુ મારતા હતા. મુસલમાનનું બહુ જોર હતું. હિન્દુનો પચ્ચીસ વર્ષનો યુવાન છોકરો અને પીસતાલીસ વર્ષની તેની માતા હોય બન્નેને નગ્ન કરી અને વિષય લેવા ભેગા કરે. છોકરાને એમ થાય કે – અરરરરરર આ જમીન માર્ગ આપે તો સમાય જાઉં. તેને વિષયનો રસ છે? એમ ધર્મીને પાપના ભાવની સામગ્રીમાં ભોગનો પ્રેમ ઊડી ગયો છે.
તેમ અહીંયા સમ્યગ્દષ્ટિ જાણે છે કે હું તો ભગવાન સ્વરૂપી પરમાત્મા છું. હું રાગ અને રાગનું ફળ બંધ તેનાથી ભિન્ન છું. મારી ચીજ તો રાગના સંબંધ વિનાની અબંધ સ્વરૂપ છું... આવી જેની દૃષ્ટિ થઈ અને અનુભવ થયો તેને સંયોગના ભોગ ઝેર જેવા દેખાય છે. જેમ માતાના ભોગમાં દીકરાને ઝેર દેખાય છે તેમ જ્ઞાનીને રાગમાં અને તેના ફળમાં ઝેર દેખાય છે. આવી વાત છે બાપુ!
અજ્ઞાની મુનિ થયો હોય, પંચમહાવ્રત પાળતો હોય પરંતુ એ રાગના પ્રેમમાં અને રાગની રુચિમાં મિથ્યાષ્ટિ છે. તેને ભગવાન આનંદના નાથની ખબર નથી.
શ્રોતા:- બધું છોડયા પછી તેને શેનો રાગ છે?
ઉત્તર:- તેણે કાંઈ છોડયું નથી. જેણે રાગને પોતાનો માન્યો તેણે જરી પણ છોડયું નથી. તેણે શું છોડયું છે? ક્યાં છોડયું છે! તે શું છોડે? અંદરમાં થતાં દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામનો જે રાગ છે તે મારી ચીજ છે એવું માનનારાને આખી દુનિયાનો રાગ છે. જે રાગનો કર્તા છે તે આખી દુનિયાનો કર્તા છે. ઝીણી વાત બાપુ! જે દયા-દાન-વ્રતના વિકલ્પ ઊઠે છે તેનો કર્તા છે તે મિથ્યાદેષ્ટિ આખા જગતનો કર્તા છે. તેના અભિપ્રાયમાં આખા જગતનું કર્તાપણું છે. સમ્યગ્દષ્ટિને કર્તાપણાનો અભિપ્રાય છૂટી ગયો છે. આખા જગતનો, રાગમાત્રનો હું કર્તા નથી તેમ જાણે છે. આ તો અલક મલક જેવી (નહીં પરંતુ) અગમગમની વાતું છે બાપુ! મારગડા એવા છે નાથ !
શિષ્ય કહે છે કે- જ્ઞાનીને રાગ આવે છે તો તેને નિરાસ્ત્રવ કેમ કહ્યો? સંતો કહે છે સાંભળ!
विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासा
दवतरति न झातु ज्ञानिन: कर्मबन्ध:।।६-११८ ।। “તપિ જ્ઞાનન: નાતુ કર્મવલ્થ: નવતરતિ" તો પણ સમ્યગ્દષ્ટિ જીવને કદાચિત્ કોઈ પણ નયથી” સમ્યગ્દષ્ટિ જીવને કદાચિત્ કોઈપણ નયથી રાગ છે પરંતુ અહીં તો એકદમ જોર દેવું છે. સાધક તો શેયનો જ્ઞાતા થઈ ગયો છે. વ્યવહારરૂપ દયા દાન અને દેવ-ગુરુ