________________
કલશ-૧૨૬
૧૭૧ શ્રોતા:- દ્રવ્ય-પર્યાયનો ભેદ કરવો?
ઉત્તર- એ તો બહુ સૂક્ષ્મ છે. એ એની પર્યાયમાં છે ને! એ કાંઈ પરમાણુંમાં નથી. પુણ્ય ને પાપના ભાવ એ કાંઈ કર્મમાં નથી, શરીરમાં નથી. એ તો જીવની પર્યાયમાં સત્તામાં સત્ત્વની પર્યાયમાં છે. હવે એ સત્ત્વ જે પર્યાયનું છે એને જુદું પાડીને દ્રવ્ય દૃષ્ટિ કરવી અતિ સૂક્ષ્મ છે. સમજાણું કોઈ ?
“તેથી અતિ સૂક્ષ્મ દૃષ્ટિથી જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે” જુઓ, જળ અર્થાત્ પાણીને કાદવ બન્ને એકમેક થઈ ગયા છે. આમ પથ્થરાને પાણી તદ્ન જુદા છે, તેમ આ નથી. પાણી અને કાદવનો પર્યાયમાં ભેગો મેલ થઈ ગયો છે. પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે. તો પણ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વચ્છતામાત્ર પાણી છે. સ્વચ્છ છે તે પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે.
અહીંયા કહે છે જેમ પાણીમાં કાદવની મેલપ થઈ ગઈ છે. અર્થાત્ (પાણીની) પર્યાય મેલી થઈ છે. પાણી ને પથ્થરા જુદા છે એમ નથી. તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવની પર્યાયમાં મેલપ થઈ ગયેલી છે. જેમ કર્મ, શરીર જુદા છે તેમ આ નથી. તેની પર્યાયમાં અસ્તિત્વમાં, તેની અવસ્થાની હૈયાતિમાં મલિનતા ઊભી છે. તેને જુદી પાડવી એટલે પર્યાય દૃષ્ટિ છોડીને. દ્રવ્યની દૃષ્ટિ એ અતિ સૂક્ષ્મ છે. આવું તત્ત્વ છે! બીજે કયાંય મળે એવું નથી.
અહીંયા કહે છે- રાગાદિ પરિણામને લીધે અશુદ્ધિ દેખાય છે. જેમ પાણી કાદવથી મેલું દેખાય છે તેમ આત્મામાં પુણ્ય-પાપની પર્યાય મેલી છે. એ અશુધ્ધ દેખાય છે તે ઉપાધિ છે. જેમ પાણીને મેલાપણું ઉપાધિ છે તેમ ભગવાન આત્મામાં શુભાશુભ પરિણામ છે એ તેની પર્યાયમાં છે. પણ તે ઉપાધિ છે.
મુનિ પણ એમ કહે છે. ભાવલિંગી સંત જે આનંદકંદમાં ઝૂલવાવાળા જેણે આનંદ... આનંદ.. આનંદ.. સમ્યજ્ઞાનમાં પ્રગટયો છે અને ત્રણ કષાયનો નાશ કર્યો છે એ કહે છે કેહજુ અમને આ રાગની મેલપ-કલુષતા ઊભી છે. ભલે અમે ભેદજ્ઞાનથી જુદી પાડી પણ ચારિત્રની નિર્મળતા અને થોડી મલિનતા પડી છે. એટલું અમને દુઃખ છે. અમે એટલા હજી દુઃખી છીએ. અમને પૂર્ણ આનંદનો અભાવ છે. તેથી હે નાથ! એ શુભભાવનો અજ્ઞાનનો અસ્ત થઈ જાવ-નાશ થાવ અને અમારી પૂર્ણાનંદની પર્યાય પ્રગટ થઈ જાવ.
જ્ઞાન અશુધ્ધ એમ દેખાય છે, તો પણ જાણપણામાત્ર જ્ઞાન છે. જોયું? ભગવાન તો જાણપણું તે જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય પ્રકાશી પૂર છે. રાગાદિ અશુધ્ધપણું એ પર્યાયમાં ઉપાધિ છે. પુણ્ય ને પાપના ભાવ મલિનતા છે, ઉપાધિ છે, મેલ છે, આકુળતા છે, અજીવ છે, જડ છે. રાગાદિને ઉપાધિ કહીને!
“સત્ત: બધુના ફુવં મોરધ્વન” સંતો અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો” એવો અર્થ કર્યો. સંતો-સમ્યગ્દષ્ટિ જીવો [ અધુના] વર્તમાન સમયમાં [ રૂદ્ર મોવષ્યમ]શુદ્ધ જ્ઞાનના અનુભવને