________________
કલશ-૧૫૦
४८८ સ્થિતિએ મિથ્યાષ્ટિ થઈ ઊપજ્યો. તેની એક સમયની પીડા ન સહી શકાય! બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા ત્યાં હેઠે પડયા છે. મોટા શેઠિયા અબજોપતિ હોય તે મરીને નરકે પડયા છે. મોટા માણસ તેના મોટા પાણીના હોજ અને એમાં માછલા મરે, બિલાડા મરે, કાગડા મરે ! મોટા મોટા મીલ હોય છે, હોજમાં ઊના ઊના પાણી ભરી રાખ્યા હોય છે. સર્પ પડે, કાગડા પડીને મરે. નરકની પીડા બાપુ! એવી પીડામાં પણ તેને આત્માની કૌતુહલતા થઈ અને સમ્યગ્દર્શન પામે છે.
અહીંયા તો થોડી સગવડતા હોય, ઢીકણું હોય, ફલાણું હોય, હું કાંઈક કરીશ, છોકરાવ કાંઈક ઠેકાણે પડે, દિકરીયું સારે ઠેકાણે પરણે, આપણા ઘરના પ્રમાણમાં ઘર મળે; કેમ કે – સાધારણ ઘરે જાય તો લોકો એમ કહે કે- આવાને કેમ આપી....આમાં ને આમાં રોકાતો બિચારો અંદરમાં જતાં રહી ગયો એ વાત અહીંયા કહે છે.
સર્વથા પરિણામ શુદ્ધ એવો જ વસ્તુનો સ્વભાવ છે. સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સ્વરૂપચરણનો આનંદનો જ્યાં કાળ આવ્યો એ સર્વથા શુદ્ધ છેભલે તે અંશ છે. હવે આમાંથી કોઈ લઈ લે અને પછી ખેંચે જુઓ! સમયગ્દષ્ટિને બિલકુલ દુઃખ અને રાગ હોતો નથી. આમાં કહ્યું છે કે –બંધ નથી, તેના પરિણામ શુદ્ધ છે બધાય. અહીંયા તો નિર્જરાની વિશેષતા છે અને બંધ અલ્પ છે. એ અલ્પબંધને ગૌણ કરી નાખીને; અશુદ્ધતા ટળે છે તેને મુખ્ય રાખીને નિર્જરા કહેલ છે. આમાં જો એક ન્યાય ફરે તો આખી વસ્તુ ફરી જાય એવું છે.
પરિણામોની શુદ્ધતા હોતાં,” ક્યા પ્રકારે? સમયગ્દર્શન, સમ્યજ્ઞાન, સ્વરૂપ આચરણ આનંદના પરિણામની શુદ્ધતા આગળ “બાહ્ય ભોગ સામગ્રી દ્વારા બંધ કરાતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે.” અહીં કોઈ આશંકા કરે કે - સમયગ્દષ્ટિ જીવ ભોગ ભોગવે છે, તો ભોગ ભોગવતાં રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હશે” જુઓ (દષ્ટિ અપેક્ષાએ તો) એ રાગેય તેને નથી. જે પરિણામમાં અશુદ્ધતા છે એ પરિણામ પણ એને નથી. “અશુદ્ધ પરિણામ થતા હશે.” (એમ કહે છે) કે – “ત્યાં તે રાગ પરિણામ દ્વારા બંધ થતો હશે; પરંતુ એમ તો નથી,” કઈ અપેક્ષાએ? શુદ્ધતા વધે છે ને અશુદ્ધતા ગળે છે એ અપેક્ષાએ એને બંધ નથીઅશુદ્ધતા નથી એમ કહેવામાં આવ્યું છે.
કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, ભોગ સામગ્રીને ભોગવતાં, સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી.” જોયું? પરદ્રવ્યની સામગ્રી દ્વારા અશુદ્ધતા થતી નથી. અને પોતાની દૃષ્ટિમાં તો શુદ્ધતા વર્તે છે. અહીં દષ્ટિની અપેક્ષાએ વાત લીધી છે. “ભોગ સામગ્રીને ભોગવતાં સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી. કેટલીયે ભોગ સામગ્રી ભોગવો તથાપિ શુદ્ધજ્ઞાન પોતાના સ્વરૂપે -શુદ્ધ જ્ઞાનસ્વરૂપે રહે છે, વસ્તુનું એવું સહજ છે.” આહાહા ! એ સમ્યગ્દર્શન જ્ઞાન જે શુદ્ધ પ્રગટયા, અનંતગુણની વ્યક્તતાં અંશે જે શુદ્ધતા પ્રગટી એ શુદ્ધતા તો શુદ્ધતા જ છે. તેનાથી તેને બંધ છે નહીં.