________________
૪૫૬
કલશામૃત ભાગ-૪ એમ કહે છે.
ઉત્તર આમ છે કે- “પૂર્વવર્ધ્વનિન વિપછાત સમ્યકત્વ ઊપજતાં પહેલાં મિથ્યાદેષ્ટિ જીવ હતો, રાગી હતો,” મિથ્યાદેષ્ટિ જીવ હતો જ્યારે ત્યારે ઊંધી દૃષ્ટિ હતી, તે રાગનો રસિયો હતો. ત્યારે જે કર્મ બંધાયેલા તે હજુ પડયા છે તેની સામગ્રી આવે છે– એમ કહે છે. સમ્યકત્ત્વ ઊપજતાં પહેલાં તેની મિથ્યાદૃષ્ટિ-અસત્ય દષ્ટિ હતી. એટલે તે રાગને પોતાનો માનીને તે રાગને વેદતો હતો.
ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણાદિરૂપ કાર્મણવર્ગણા, તેના ઉદયને લીધે.” વર્ગણા તો આઠેય કર્મની પડી હતી. તેનો વિપાક નામ ઉદયને લીધે.....બહારની સામગ્રી હોય છે-એમ કહે છે.
ભાવાર્થ આમ છે કે રાગ-દ્વેષ-મોટું પરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કારણ નથી, નિર્જરાનું કારણ છે,”જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે ને!? તે કઈ અપેક્ષાએ કહ્યો છે. ભોગ-રાગ એ તો બંધનું કારણ છે. ધર્મીનેય રાગ બંધનું કારણ છે. આહાહા! પણ દૃષ્ટિમાં એ રાગનો સ્વીકાર નથી. અને અંદર દૃષ્ટિમાં જ્યાં ભગવાન તરવરે છે........ચૈતન્ય પૂર્ણાનંદનો નાથ! એ ચૈતન્ય ચમત્કાર તેની મુખ્યતા કરીને ભોગને નિર્જરા કહી. પરંતુ કોઈ એમ માની લે કે- ભોગ કરે એટલા માટે નિર્જરા છે. તો પછી ભોગને છોડીને ચારિત્ર લેવું એવું તો રહેતું નથી. જો તેમાં મીઠાશ આવે અને અમૃત આનંદના નાથનો અનાદર કરે છે તે મિથ્યાષ્ટિ છે.
ભોગને નિર્જરાનો હેતુ કહ્યો ત્યાં બીજી અપેક્ષા છે. છઠ્ઠ ગુણસ્થાને અમૃતચંદ્ર આચાર્ય મુનિ એમ કહે છે કે- “ માષિતાયા:” અરેરે...! હું મુનિ થયો છું....સંત થયો છું, મારું ત્રણ કષાયના અભાવનું સ્વસંવેદન છે. ત્રીજા કળશમાં કહ્યું ને! અનાદિથી મારી પરિણતિ કલ્માષિત છે. વિકલ્પ ઊઠે છે તે મેલ છે. અહીંયા સમ્યગ્દષ્ટિને નિર્જરા કહે છે અને ત્રીજા કળશમાં મેલી કહ્યું છે. મારે હજુ (વભાષિતાય:) મેલ છે. કઈ અપેક્ષાથી વાત ચાલે તે સમજે નહીં અને એકાન્ત તાણે કે ભોગ નિર્જરાનું કારણ છે. અનાદિથી મને પર્યાયમાં રાગ નામ મેલ ભર્યો હતો. આ મુનિરાજ કહે છે જેને ત્રણ કષાયનો અભાવ વર્તે છે, ભાવલિંગ દશા-પ્રચુર અતીન્દ્રિય આનંદનું વેદન જેને વર્તે છે, જેને પર્યાયમાં આનંદના ઊછાળા અર્થાત્ ભરતી આવે છે તે કહે છે મને હજુ અનાદિની અશુદ્ધતા પડી છે. એ અશુદ્ધતા કાંઈ ગઈ હતી અને પાછી આવી છે એમ નથી. અનાદિની અશુદ્ધતાનો અંશ છે તે મેલ મને દુઃખરૂપ છે. હું જે આ ટીકા કરું છું...... એ ટીકાથી મેલનો નાશ થઈ જાવ. તો ટીકા કરવાથી મેલનો નાશ થાય ? પાઠ તો એવો છે કે – “સમયસા૨વ્યા૨વ્યવ” તેનો અર્થ એવો છે કે –મારી દૃષ્ટિનું જોર મારા આનંદ સ્વભાવ ઉપર વર્તે છે. એ ટીકાના કાળમાં મારું જોર સ્વભાવ સન્મુખ વિશેષ થાવ...... અને મેલ ગળી જાવ. આવું સમજે નહીં અને પાઠના અર્થ કરે ઘરના (એ ન ચાલે.)