________________
કલશ-૧૪૬
૪૬૩ આવે છે કે- મોક્ષ મહેલની પહેલી સીટી એ સમ્યગ્દર્શન છે. માળ ઉપર ચડવા દાદરો-પગથિયા હોય, ચૌદ પગથિયામાં આ ચોથું પગથિયું છે એટલે કે ધર્મનું તો હજુ પહેલું પગથિયું છે.
આત્માર્થી વિદ્વાન સમ્યગ્દષ્ટિ જીવ! તે કર્મના કારણે મળેલી સામગ્રીમાં સ્ત્રીનું શરીર હો કે તેનો આત્મા હોય, પૈસા હોય કે મકાન હોય તેમાં જીવને સુખનું કારણ છે એમ તે માનતો નથી. કર્મના નિમિત્તથી મળેલી સામગ્રીમાં, એ ચીજ સુખનું કારણ છે તેમ ધર્મી માનતો નથી. બહુ આકરી શરતું! આવો ધર્મ? બાપુ! ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકરદેવનો આ હુકમ છે.
પરચીજમાં ક્યાંય જીવને સુખનું કારણ માનતો નથી. પૈસામાં, શરીરમાં, પત્નીમાં, છોકરાઓમાં, ગુરુમાં, ચાલીશ-ચાલીશ લાખના મોટા બંગલામાં ધર્મી ઊભો હોય, છતાં તે કર્મની સામગ્રીમાં ક્યાંય સુખ, ઉલ્લાસ નથી તેને ધર્મી જીવ કહીએ. પોતાના આનંદ સિવાય બીજે ક્યાંય વિશેષપણે આનંદ છે એવું એ માનતો નથી. અબજો રૂપિયાના ઢગલા આવતા હોય, કરોડોની પેદાશ હોય તો પણ ધર્મીને તેમાં ક્યાંય સુખબુદ્ધિ નથી તેને ધર્મ કહીએ. આ સામાયિક કરી, પડિક્કમણા કર્યા.થઈ ગયો ધર્મ ! તેમાં ધૂળમાંય ધર્મી નથી. સામાયિક કોને કહેવી તેની તો હજુ ખબરું ન મળે!
અહીંયા જિનેશ્વર પરમાત્મા ફરમાવે છે તેને સંતો આડતીયા થઈને વીતરાગની વાત કરે છે. આ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વરના ઘરનો છે. તેમની એ વાણી છે તેને સંતો જગત પાસે જાહેર કરે છે. જે કોઈએ આ ભગવાન આત્માને ઓળખ્યો હોય તેને આત્માની લક્ષ્મી મળે. લક્ષ્મીવાન અંદર પ્રભુ આત્મા છે....એ પરમાત્મા સ્વરૂપે જ બિરાજમાન છે. આત્મા તો અંદર છે...પણ ત્યાં કયારે નજર કરીએ? આહાહા! એ પરમાત્મ સ્વરૂપનો જેને અનુભવ થયો, દૃષ્ટિ થઈ અને ચૈતન્યના આનંદના વેદન થયા છે તે હવે કર્મરૂપ સામગ્રી મને સુખનું કારણ છે તેમ માનતો નથી.
“સર્વ સામગ્રી દુઃખનું કારણ એમ માને છે.” અસ્તિ નાસ્તિ કરી. આ શરીર, સ્ત્રી, મકાન, પૈસા એ બધા દુઃખના કારણ છે. એ દુઃખના નિમિત્તો છે. એ દુઃખરૂપ નથી પણ એમાં જે સુખ માન્યું છે એ દુઃખ છે. એ સામગ્રી તો શેય છે. કહે છે. તેના ઉપર લક્ષ જતાં તેનો જે રાગભાવ થાય તે દુઃખ છે. તેથી એ બધી ચીજ દુઃખનું કારણ છે.
આ લાડવા, દાળ, ભાત, શાક, મેસુબ.....ને એક શેર ચણાનો લોટ અને ચારશેર ઘી પાયેલો મેસુબ, કહે છે કે- એ સુખનું કારણ છે એમ ધર્મી માનતો નથી, એ દુઃખનું કારણ છે એમ માને છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ પ્રભુ બહુ સૂક્ષ્મ છે. અત્યારે તો બહારની કડાકૂટમાં માર્ગને ગોપવી દીધો છે- વ્રત પાળો ને અપવાસ કરો ને તપસા કરો ને ભક્તિ કરો ને બે-પાંચ-દસ લાખના દાન કરીને ધૂળમાંય ધર્મ નથી. તે પર સામગ્રીને સુખનું કારણ માનતો નથી. પરંતુ તેને તે દુઃખનું કારણ માને છે એમ કહે છે. “સર્વ સામગ્રી દુઃખનું