________________
કલશ-૧૫૨
૫૨૩
સમયસારમાં આવે છે.......!
ઘટ ઘટ અંતર જિન વર્સ, ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરા કે પાન સૌ, મતવાલા સમુઝે ન.” જિન સ્વરૂપે ભગવાન આત્મા બિરાજમાન છે. તે જિન સ્વરૂપી જ છે.....અત્યારે હોં!! “ઘટ ઘટ અંતર જૈન” અર્થાત જૈનપણું પણ અંતરમાં છે. જેણે આત્માના આનંદની પરિણતિ પ્રગટ કરી અને જેણે રાગની એકતા તોડી છે એ જૈન અંદરમાં હોય છે. એનો કોઈ ભાગ શરીરમાં કે રાગમાં દેખાય એવું એ નથી. આહાહા ! આવી ...વાત...છે. છઢાળામાં આવે છે
મુનિવ્રતધાર અનંતવાર, ગ્રીવક ઉપજાયૌ,
પે નિજ આતમ જ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.” એ વ્યવહાર પંચમહાવ્રત, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ, જાબજીવ શરીરનું બ્રહ્મચર્ય, સત્યવ્રત, કપડાનો ટૂકડો ન રાખે એવા પંચ મહાવ્રત પાળ્યા...પણ એ તો દુઃખરૂપ ભાવ છે એમ કહે છે. કારણ કે એ રાગ છે તે આસવ છેદુઃખરૂપ છે. આત્મજ્ઞાન વિના એવી ક્યાં તને ખબર છે. “લેશ સુખ ન પાયૌ”, તેનો અર્થ જ એ કે – એ બધા દુઃખરૂપ છે. શુભભાવ –દયા-દાન-વ્રતભક્તિના ભાવ રાગ તે દુઃખભાવ છે. એમ કે –આવું કર્યા છતાં તે આતમજ્ઞાન પામ્યો નહીં. એટલે કે આત્માના જ્ઞાનને સુખને પામ્યો નહીં. તેનો અર્થ એ કે – એ પરિણામ બધા દુઃખરૂપ છે. હવે જે પરિણામ દુઃખરૂપ છે તેનાથી મારું કલ્યાણ થાય? મહાવ્રત પાળતાં કલ્યાણ થાય? ભક્તિ કરતાં મારું કલ્યાણ થશે એ મિથ્યાત્વભાવ છે. એવા મિથ્યાર્દષ્ટિને રાગનું કર્તાપણું હોવાથી તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ થતા અનંત સંસારની વૃદ્ધિ થાય છે. તો સમ્યગ્દષ્ટિને શું છે !તે કહે છે જુઓ!
તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવને બંધ થતો નથી.” મારો આત્મા આનંદનો કંદ પ્રભુ! આનંદની મૂર્તિ છે. અતીન્દ્રિય આનંદની મૂર્તિ જિન સ્વરૂપી પ્રભુ આત્મા છે.એવા જીવની અંતરમાં દૃષ્ટિ સમ્યક થઈ છે. એટલે કે પૂર્ણ આત્મ સ્વભાવનો જેની દૃષ્ટિમાં સ્વીકાર થયો છે અને રાગાદિનો સ્વીકાર છૂટી ગયો છે. આવો માર્ગ તેને સમ્યગ્દષ્ટિ કહીએ. એવા સમ્યગ્દષ્ટિ જીવને બંધ થતો નથી. તેને કોઈ પૂર્વના અજ્ઞાનને કારણે પેલા કર્મ બંધાયેલા હતા તેને લઈને ભોગ સામગ્રી રાજ્ય આદિ મળે....! તો પણ તેમાં તેને રસ નથી. તેના તરફના ઝુકાવના ભાવને તે દુઃખ માને છે.
જ્યારે અજ્ઞાનીને (પુણ્ય) બંધને લઈને કરોડો, અબજોની સામગ્રી મળતાં તે તેમાં સંતોષાય જાય છે. હરખાઈ જાય છે તે દુઃખને વેદે છે, દુઃખને ભોગવે છે. આવો માર્ગ છે. તેમાં અત્યારે બહુ ફેરફાર થઈ ગયો છે. આચાર્ય, સંતોએ તો બહુ પોકાર કરી કરીને કહ્યું છે.
અહીં કહે છે સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વના કર્મના કારણે સામગ્રી મળી હોય અને તેને ભોગવે છે. ૧૫૧ શ્લોકમાં કહ્યું કે –“ભોગવ'! પાઠ તો એવો છે કે ભોગવ! તે સામગ્રીને