________________
૧૪૯
કલશ-૧૨૫ - “સકળ જોયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી” રાગ આવે, તે રાગને જ્ઞાન જાણે તેમ કહેવું તે વ્યવહાર છે. રાગની અસ્તિને પોતે પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં (જાણે છે). પોતાનું જ્ઞાન પોતાના સ્વપરપ્રકાશકના સામર્થ્યથી પ્રગટ થયું છે, એમાં રાગ જણાય છે એમ કહેવું એ વ્યવહાર છે. બાકી તો પોતાની પર્યાય જ સ્વપરપ્રકાશકપણે જણાય છે. સમજાણું કાંઈ?
પોતાના સ્વરૂપે રહે છે” સકલ શેય વસ્તુને જાણતા છતાં જ્ઞાનદશા પરરૂપે થતી નથી. ભલે તે મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય હો.. , સર્વ શેયને જાણતા છતાં પરરૂપ તે જ્ઞાનદશા થતી નથી. તે જ્ઞાન પોતાના એકત્વને છોડતું નથી. પરના પૃથકત્વને તે જ્ઞાન પોતામાં મેળવતું નથી. પોતાના સ્વરૂપે રહે છે. ' આ તો અલૌકિક વાતો છે ભગવાન!
વળી કેવી છે? “સ્વરૂપે સખ્યણ નિયમિત જીવના શુદ્ધ સ્વરૂપમાં જેવી છે તેવી ગાઢપણે સ્થાપિત છે.” ભગવાન આત્માનું સ્વરૂપ આનંદ, જ્ઞાન ને શાંતિ જેનો સ્વભાવ છે. જ્ઞાન ને આનંદ સ્વભાવ છે તેને મર્યાદા ન હોય. બેનના પુસ્તકમાં એક શબ્દ આવ્યો છે. એક વખત કહ્યું હતું- પુણ્ય ને પાપના મિથ્યાત્વના ભાવ તેની સીમા છે. કેમકે તે વિકાર છે તેથી તેની હદ છે– મર્યાદા છે, એથી ત્યાંથી પાછો ફરી શકે છે. ભગવાન આત્મામાં તો જ્ઞાન ને આનંદ ને શાંતિની અમર્યાદિત-અપરિમિત શક્તિ છે, એમાં જે ગયો તે હવે ફરે નહીં એમ કહે છે. હમણાં પાઠમાં કહેશે “નિત્ય વિજય”.
આહાહા! ભગવાન ચૈતન્ય સ્વરૂપ પ્રભુ જેની જ્ઞાન ને આનંદ આદિ અનંત શક્તિ છે. એક-એક શક્તિ પણ અમર્યાદિત સામર્થ્યવાળી છે. આહાહા! એવી શક્તિનું સ્વરૂપ છે એમાં જેની દૃષ્ટિ પડી ને અનુભવ થયો એ હવે અમર્યાદિત ચીજમાંથી પાછો નહીં ફરે. - મિથ્યાશ્રદ્ધા અને પુણ્ય-પાપના ભાવ એ વિભાવ છે, એની સીમા છે. કાળથી ભલે એક સમયનો હો પરંતુ ભાવથી સીમા છે. એ વિકાર અમર્યાદિત નથી. વિકાર હદવાળો છે. તેની સીમા છે તેથી પાછો ફરી શકે છે.
શ્રોતા:- વિકારની સીમા અને સ્વભાવની સીમા નહીં?
ઉત્તર- જુઓને ! સ્વભાવની સીમા ક્યાં છે? વિભાવની સીમા છે. અનંતકાળ ગમે તેટલો વિભાવ કર્યો પણ તેની એક સમયની મુદત છે. અને તે મર્યાદિત છે. વિભાવ અમર્યાદિત ન હોય. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ આદિ અનંત સ્વભાવથી શક્તિથી અમર્યાદિત ભર્યો છે. રાગના મર્યાદિત ભાવથી હઠીને ખસીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવને દૃષ્ટિનો અનુભવ થયો તો કહે છે- હવે ત્યાંથી પાછો નહીં ફરે. અષ્ટપાહુડ તેમાં ચારિત્ર પાહુડમાં આવે છે કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટી એ પણ અક્ષય ને અમેય છે. વસ્તુ તો અક્ષય ને અમેય છે. અમેય એટલે મર્યાદા રહિત છે પણ જે પર્યાય પ્રગટી તે અક્ષય ને અમેય છે. ક્ષય ન થાય અને મર્યાદા રહિત તે પર્યાય છે.
આહાહા! વિકાર છે તે મર્યાદિત છે. સાધકને એક સમયની પર્યાયમાં બે ભાગ છે ને!