________________
૩૦૬
કલશામૃત ભાગ-૪ અવસ્થા છે. જેને ભગવાન ઉત્પાદ-વ્યય કહે છે. અંદર જે અનાદિ અનંત શુધ્ધ ચૈતન્ય ધ્રુવ પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે તેની ઉપર કદી દૃષ્ટિ કરી નથી. તેની નજરમાં જયાં સુધી એનું નિધાન ન આવે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ ચારગતિમાં પરિભ્રમણ કરનારો છે.
પ્રશ્ન:- તેને ધર્મનો પરિગ્રહ છે કે આત્માનો પરિગ્રહ છે?
ઉત્તર- તેને ધર્મ કયાં થતો હશે! આત્મા વસ્તુ ધર્મી છે અને તેમાં ધર્મ છે. ધર્મ એટલે ધારણ કરેલી ચીજ. અનંતજ્ઞાન જે જ્ઞાનમાં બેહદ જાણવું છે. પયાર્યમાં અલ્પજ્ઞતા છે. વસ્તુમાં તો બેહદ અપરિમિત અનંત જ્ઞાન ને આનંદ, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત ઈશ્વરતા પ્રભુ આત્મામાં ભરી છે. એવા દ્રવ્ય સ્વભાવની એક સમય દૃષ્ટિ વિના તે પર્યાયમાં મહાવ્રતનું આચરણ કરો ! અગિયાર અંગ ભણો તે બધી પર્યાયબુધ્ધિ હોવાથી તે મિથ્યાષ્ટિ છે. આવી વાત છે પ્રભુ! બીજાને આકરું લાગે પણ બીજું શું થાય પ્રભુ! તે ભાઈ કહેતા હતા કે હું ત્યાં સાંભળવા જાઉં પણ આવી વાતો ત્યાં નથી આવતી. વાત સાચી છે ભાઈ હોં!! અમે તો બધામાં જોયું છે ને બાપા! સ્થાનકવાસીમાં તો બધું જોયું છે, તમને ખબર નથી? બાપુ! આ પ્રભુનો માર્ગ કોઈ જુદો છે.
અહીંયા કહે છે-એ રાગની રુચિવાળાને ભલે દયા–દાન વ્રતના પરિણામ હો! પણ એ રાગ છે. આ વાત ન બેસે એ લોકોને!! વ્રત છે તે સંવર છે અને અપવાસ છે તે નિર્જરા છે. એમ અજ્ઞાની માને છે. અહીં પ્રભુ એમ કહે છે. તત્ત્વાર્થસૂત્રમાં અને સમયસારમાં કહે છે – અપવાસ કે જે કંઈ કરે છે.......એ વૃત્તિ ઊઠે છે તે બધો શુભરાગ છે. પંચ મહાવ્રતઆદિના ભાવ, શરીરથી જાબજીવ બ્રહ્મચર્ય પાળે, દયાનાભાવ, પરને નહીં મારવાના અહિંસાના ભાવ...એ બધા ભાવ તો રાગની ક્રિયાના છે. ઝીણી વાત છે પ્રભુ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમેશ્વરનો અનાદિનો આ પોકાર છે. પણ... એણે ગણકાર્યો નથી તે નનૂર થઈ ગયો છે. તેને મારે તો તે ઉહકારો પણ ન કરે! તેમ મિથ્યાત્વમાં ચૈતન્યના તેજ ન મળે ત્યાં તો એકલો રાગ ને દ્વેષ છે. અમે તો બધું નજરે જોયેલું છે, આ ખાલી સાંભળેલું નથી.
અહીંયા પરમાત્મા કહે છે કે રે નતૂરા તને આટલો આટલો ઉપદેશ મળ્યો કે તારી ચીજમાં આ દયા દાનના વિકલ્પ નથી. તારામાં તો અનંત આનંદ ને શાંતિ પડી છે પ્રભુ તને ખબર નથી, એનો તને સ્વીકાર નથી. તને આ રાગનો સ્વીકાર છે અને તું એમ માને છે કે અમો ધર્મી છીએ! માનો! કોણ ના પાડે છે.....! પણ અનંત સંસારમાં કર્મને બાંધે છે. આવી વાતો હવે ! સાંભળવાય જાય નહીં, માર્ગ તો આ છે. બાઈ વિધવા થાય.......તેનો ધણી મરે તેને દુઃખાણી કહે. ભાઈ ! તે ખરેખર દુઃખાણી નથી. તેને તો નિવૃત્તિ મળી છે. એ કાંઈ દુઃખ છે? જેને અંદરમાં રાગમાં પોતાપણું લાગે, પુણ્ય આદિ છે તેને મારાપણે માન્યા તે દુઃખિયા પ્રાણી છે. દુનિયાથી અવળી વાતું છે બાપુ! વીતરાગ માર્ગ જ એવો છે કે પ્રભુ ! અહીંયા ગાથા જ એવી આવી છે ને?