________________
૩૮૨
કલશામૃત ભાગ-૪ ખાંડીને માંસ લાવો! તેમ બાવો કહે છે. આ બાજુ ચેલૈયાને ખબર પડી કે – પિતાજી આવી રીતે કરવા માગે છે. કોઈએ કહ્યું- ચેલૈયા તું ઘરે ન જતો ! ત્યારે ચેલૈયો કહે છે- “મહેરામણ માઝા ના મૂકે ચેલૈયો સત ના ચૂકે” મહેરામણ કોઈ દિ માઝા ન મૂકે – દરિયામાંથી પાણી દૂર ન જાય તેમ મારું ગમે તે થશે – ચેલૈયો સત્ ન ચૂકે.
તેમ અહીંયા ચેલૈયો નામ પર્યાય પ્રજા છે તે ચેલો છે...અને વસ્તુ ત્રિકાળી તે ગુરુ છે. પ્રજા છે તે સત્ ન ચૂકે એટલે? તેની જે મર્યાદા છે તેમાં રહે..... અર્થાત્ આનંદની ધારામાં વહે. ભગવાન આત્માના અનુભવમાં તેને અતીન્દ્રિય આનંદની ધારાના ધોરીયા વહે છે...તે મર્યાદાને ન છોડે. આ અધિકાર નિર્જરાનો છે ને!? નિર્જરાનો અધિકાર એટલે શુધ્ધિની વૃધ્ધિ ચાલે છે. (તે કહેવું છે.)
નિર્જરાના ત્રણ પ્રકાર કહ્યા હતા. (૧) કર્મનું ખરવું તે નિર્જરા. (૨) અશુદ્ધતાનું ગળવું તે નિર્જરા. (૩) શુધ્ધિની વૃધ્ધિ થવી તે નિર્જરા, આ અસ્તિપણે કહ્યું.
અહીંયા એ શુધ્ધિની વૃધ્ધિરૂપ ધારાની વાત ચાલે છે. કળશમાં (છાછી:) એ શબ્દ પહેલા છે ને!? અંદરમાંથી નિર્મળધારા- નિર્મળધારા હાલી જાય છે. આહાહા ! કહે છે – (નિર્મળતાના) ધોરિયા વહે છે.
અહીંયા કહે છે-સંવેદન વ્યક્તિઓ સ્વયં ઊછળે છે. આ સંવેદન વ્યક્તિને ઉપર પાઠમાં તરંગાવલિની પર્યાયોને અનેકતા કહ્યું હતું તેને અહીં સંવેદન વ્યક્તિ કહી. જે વસ્તુ છે. તેનો એ નિર્મળ અંશ છે. એ આનંદનો અંશ, શુધ્ધિની વૃધ્ધિનો અંશ તેને સંવેદન વ્યક્તિ એટલે તે વસ્તુનો એક ભાગ છે. એ વસ્તુએ ભાગ આપ્યો. સમજાણું કાઈ ? પરમ અધ્યાત્મ તરંગિણીમાં કહ્યું છે કે – ઉત્તરનો સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર,તેને જેમ ભાગ કહેવાય છે તેમ આ અતીન્દ્રિય આનંદની અનંતી પર્યાય તે વસ્તુનો એક ભાગ છે. રાગનો, પરનો અહીં (વસ્તુ સાથે ) કાંઈ સંબંધ નથી. એ “સંવેદન વ્યક્તિઓ એમ કહ્યુંને! વ્યક્તિની પ્રગટતા છે. જે દ્રવ્યને પ્રત્યપણે અનુભવે છે.
સંવેદન અર્થાત્ જ્ઞાન, તેની વ્યક્તિઓ” અર્થાત્ પ્રગટતાઓ. “મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ” જુઓ! અંશભેદ કહ્યું. ત્રણલોકનો નાથ ચૈતન્ય રત્નાકર જેને ખજાને અનંતનિધાન પડયા છે. જેના સ્વભાવમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય, અનંતઈશ્વરતા પડી છે. તે કદી પરનું કે રાગાદિનું કારણ કે કાર્ય ન થાય તેવી અંદર સમુદ્રમાં અકારણ કાર્ય નામની શક્તિ પડી છે. આહાહા! રાગનું કારણેય ન થવું અને રાગાદિનું કાર્યય ન થવું એટલે કે વ્યવહાર નામ રાગ છે. એટલે –અહીંયા સંવેદન વ્યક્તિ પ્રગટે છે એમ નથી. એ શક્તિની સંવેદનરૂપ