________________
૨૭૦
કલશામૃત ભાગ-૪ બહારનો ત્યાગ કરે એ તો મિથ્યાત્યાગ છે. આ તો ત્રિલોકીનાથ વીતરાગ જિનેન્દ્રદેવ તીર્થંકરદેવની દિવ્ય ધ્વનિમાં આવેલી વાતો છે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ” જે ઠેકાણે જે રીતે કહ્યું છે ત્યાં તે અપેક્ષાએ સમજવું જોઈએ. સમ્યગ્દષ્ટિને આસક્તિનો ત્યાગ છે એટલો તેને બંધ નથી. અહીંયા તો એ કહેવું છે કે- મિથ્યાત્વનો બંધ નથી માટે તેને આસક્તિમાં પોતાપણું નથી તેથી મિથ્યાત્વનો બંધ નથી એટલે તેને અનંત સંસારનો બંધ નથી એમ કહેવામાં આવે છે.
આત્માના આનંદ સિવાય કોઈપણ પુણ્યના ભાવ થાય અને તેમાં ઢક છે તેવી બુદ્ધિ રહે એ મિથ્થાબુદ્ધિ છે. તેને અનંત સંસારનું પરિભ્રમણ છે તેવું અનંત સંસારનું કર્મ બંધાય છે. આવી વાત છે!
સમ્યગ્દષ્ટિને વિષયોમાં આસક્તિનો ભાવ છે પણ એ જીવનું સ્વરૂપ નથી, એમાં સુખ મારામાં છે તે મારા જીવનું સ્વરૂપ છે. રાગથી ભિન્ન પડીને અંદરમાં આવો વિવેક વર્તે છે તેને અનંત સંસારના બંધનું કારણ થતું નથી. (શ્રોતા) ભાવમાં ફેર છે? (ઉત્તર) ભાવમાં ફેર છે. ભાવની અંદરની વાત છે ને? આમ તો હજારો રાણી છોડી જૈનનો દિગમ્બર સાધુ થઈને અનંતવાર પાંચ મહાવ્રત પાળ્યા પણ તેણે રાગની ક્રિયામાં પોતાપણું માન્યું અને એમાં મને ધર્મ છે એમ માન્યું તે મિથ્યાત્વ ભાવ છે.
અહીંયા તો કહે છે કે- કર્મને કારણે બહારમાં સામગ્રી મળે, એમાં લક્ષ પણ જાય, છતાં પણ તેમાં તેને ક્યાંય સુખબુદ્ધિ રતિબુદ્ધિ થતી નથી. તેને લઈને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને મિથ્યાત્વ સંબંધી અનંતાનુબંધી કર્મ બંધાતા નથી. આ જ રીતે શરતે કહેવાય છે તે રીતે સમજવું પડશે. એમાં ક્યાંય બચાવ કરે તો પાલવે એવું નથી. આવો વીતરાગનો માર્ગ છે.
“તેથી વિષય સુખમાં રતિ ઊપજતી નથી” જે એમ માને છે કે- વિષય સુખની આસક્તિ તે મારું સ્વરૂપ જ નથી તેથી તેને રાગમાં રતિ ઊપજતી નથી. આસક્તિનો રાગ આવે છે પણ એમાં રતિપણું નથી– રાજીપો નથી. અજ્ઞાનીને જરાક અનુકૂળ સામગ્રી મળે ત્યાં મને તેમાં પ્રેમ છે- મજા છે અથવા તો પુણ્યનો ભાવ થયો એમાં મને ઠીક પડે છે એ મિથ્યાત્વભાવ અનંત સંસારનું કારણ છે. સંતોએ તો ખુલ્લુ કરીને મૂકયું છે. સમાજ સમતોલ રહેશે કે નહીં એની કાંઈ દરકાર નથી. માર્ગ આ છે ભાઈ ! “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” જિનેન્દ્ર દેવ! આ પરમાર્થ મોક્ષમાર્ગને એકજ પ્રકારે કહે છે.
ઉદાસ ભાવ છે, એ કારણથી કર્મબંધ થતો નથી.” સમ્યગ્દષ્ટિને આત્માના પ્રેમ આગળ તેને આસક્તિનો પ્રેમ કે તેમાં રતિ ઊપજતી નથી. તે એનાથી ઉદાસ છે. સાણસાથી સર્પ પકડયો છે પણ તે છોડવા માટે તેમ એ રાગમાં આવ્યો છે પણ તે છોડવા માટે. અજ્ઞાનીને રાગ આવ્યો છે, તે મારા માટે છે તેમ માનીને તે બંધાવા માટે છે. આવી ઝીણી વાતો કહેવી અને વળી કહેવું કે- સમજાણું કાંઈ? આ તો સાદી ભાષા છે.
આહાહા! અંદરમાં ત્રણ લોકનો નાથ, સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ બિરાજે છે. આત્માનો સર્વજ્ઞ