________________
કલશ-૧૪૧
૩પ૯ શ્રોતા:- શાસ્ત્રોમાં બધા ભેદ આવે છે તે બધાં જૂઠાં છે?
ઉત્તર- આ પ્રકારના ભેદ જૂઠાં છે. પર્યાય પર્યાય તરીકે બરોબર છે. એ પર્યાયનાં જે પાંચ ભેદ પડયાં- જેવું શેય છે તેને જાણતાં એ રીતે જે નામ પડે છે એ જૂઠું છે. ઝીણી વાત છે બાપુ!
હવે પછીના ૧૪૧ શ્લોકમાં સિધ્ધ કરશે “અચ્છાછા; સ્વયમુછત્તિ” શેયને કારણે જ્ઞાનની પર્યાય જાણવા માટે ઊછળે છે એમ નથી. એ જ્ઞાનની પર્યાયનો પોતાનો સ્વભાવ જ એવો છે કે તે સ્વયં ઊછળે છે.અને તે જ્ઞાનની અનેકતા છે. વસ્તુ તરીકે એક છે અને પર્યાય તરીકે.પરિણમન તરીકે અનેક છે. અનેક છે તે આશ્રય કરવા લાયક નથી એ વાત અહીંયા નથી. અહીંયા તો પર્યાય પણ અનેક છે.
શ્રોતા- ખીલે બંધાતો નથી. ઉત્તર- એ આ રીતે ખીલે બંધાય છે. એ કઈ અપેક્ષાએ?
એક ત્રિકાળીની અપેક્ષાએ; એ વાત હવે પછીના કળશમાં કહેશે. “દ્રવ્યાર્થિકનયથી એક છે અને પર્યાયાર્થિકનયથી અનેક છે. અહીંયા તો (પર્યાયની) અસ્તિ સિધ્ધ કરવી છે ને! સમયસાર અગિયાર ગાથામાં પર્યાય નથી-નથી એમ કહ્યું હતું. ઝીણી વાત છે પ્રભુ!
આજ તો ધનતેરસનો દિવસ છે. ધન એટલે લક્ષ્મી હોં! ભગવાન.ભગ નામ લક્ષ્મી અને વાન નામ વાળો-લક્ષ્મી વાળો પ્રભુ છે. કેવી લક્ષ્મી? જ્ઞાન ને આનંદની લક્ષ્મીવાળો પ્રભુ છે.
અહીંયા તો બે વાત સિધ્ધ કરવી છે. ત્રિકાળી સત્તા પણ છે અને વર્તમાન પણ છે. હવે જેવા શેયોને જાણવાનું થાય છે, તેવું નામ પડે છે તે જૂઠું છે. જ્ઞાન પરિણમે છે તે યથાર્થ છે. જ્ઞાનની પર્યાયમાં અનેકપણું થવું તે યથાર્થ છે. એ અનેકપણામાં શેયના જાણવાની અપેક્ષાએ જે નામ પડયા હતા તે જૂઠા છે. વીતરાગ માર્ગ સૂક્ષ્મ છે બાપુ !
સમયસાર અગિયાર ગાથામાં તો એમ કહ્યું હતું કે-પર્યાય અભૂતાર્થ છે. પર્યાય છે જ નહીં. તેથી પેલા લોકોએ એમ કહ્યું કે-કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. ત્યાં પર્યાય નથી તેમ કહ્યું ને! પણ એમ નથી. ત્યાં જે નથી કહ્યું છે તે પર્યાયને ગાણ કરીને, પર્યાયને વ્યવહાર ગણીને, પર્યાયને પેટામાં રાખીને “નથી” એમ કહ્યું છે. ત્રિકાળીને મુખ્ય ગણીને, નિશ્ચય ગણીને એ જ સત્ય છે એમ કહ્યું છે. અહીંયા એ સિધ્ધ કરે છે કે આત્મા એક સ્વરૂપે છે. છતાં તે પર્યાયપણે અનેક છે. પરંતુ જેવા શેય છે તેના જાણવાથી જ્ઞાન પર્યાયના જે નામ પડે છે તે જૂઠાં છે. સમજાણું કાંઈ? આવો માર્ગ છે. વાણિયાને વેપાર ધંધા પાછળ નવરાશ ન મળે!
આગળ પાઠમાં દાખલો આપ્યો છે લાકડાની અગ્નિ-ધ્યાન કયાં રાખ્યું હતું? અગ્નિનો દાખલો આપ્યોને ! અગ્નિને લાકડા આકારે, અગ્નિને છાણાં આકારે કહેવું એ વ્યવહાર છે, અગ્નિનું સ્વરૂપ એમ નથી. અગ્નિ તો અગ્નિના આકારે થઈ છે. છાણાની અગ્નિ, લાકડાની