________________
કલશ-૧૨૫
૧૪૫ - સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ સ–શાશ્વત, ચિ નામ જ્ઞાન અને આનંદ તે સચ્ચિદાનંદ પ્રભુ છે. પુણ્ય ને પાપના વિકલ્પથી નિર્વિકલ્પ ચીજ તદ્દન ભિન્ન છે. ભિન્ન છે પણ ભિન્ન પ્રગટ કરી નથી, એથી ભિન્ન કરવી તેનું નામ સંવર છે. ઓમ નમઃ કરીને સંવર અધિકારની શરૂઆત કરે છે.
“ખંડાન્વય સહિત અર્થ:- “નિયમ જ્યોતિ૩ઝુમ્મતે” ચેતના, તે જ છે સ્વરૂપ જેનું એવી જ્યોતિ” ચિન્મય અર્થાત્ જ્ઞાનમય. આત્મા એકલો જ્ઞાનનો રસકંદ છે. એ ચિન્મય
જ્યોતિ [૩ઝૂમતે] હવે પ્રગટ થાય છે એમ કહે છે. રાગ અને પુણ્યના પ્રેમમાં ભગવાન ચિન્મય જ્યોતિ ગુસ હતી. શુભ-અશુભ રાગના વિકલ્પ જે આકુળતા તેના પ્રેમમાં તેની આડમાં ચિન્મય જ્યોતિ ગુપ્ત હતી. આહાહા ! તે ભગવાન ચિન્મય જ્યોતિ રાગથી ભિન્ન પ્રગટ થાય છે. ગઈકાલે આવી ગયું છે. આ તો ફરીને પહેલેથી શરૂઆત કરી છે. આહાહા! એ જ્ઞાનચંદ્ર બીજી રીતે કહીએ તો એ જિનચંદ્ર સ્વરૂપ છે.
જિન સોહી એ આત્મા અન્ય સોહી એ કર્મ,
યેહી વચન સે સમઝ લે જિન પ્રવચન કા મર્મ. આહાહા! ભગવાન આત્મા ત્રિકાળી જિનસ્વરૂપ છે. જેમાં આવરણ નથી, જેમાં કમીઉણપ નથી, જેમાં અશુધ્ધતા નથી. એ વસ્તુ જે ચિન્મય દ્રવ્ય પદાર્થ છે તે અખંડાનંદનાથ પ્રભુ છે. એમાં અનાદિ અનંત આવરણ નથી. એમાં ઉણપ નથી... ઉણપ નામ કમી નથી. એમાં અશુધ્ધતા નથી. બીજી રીતે કહીએ તો એ નિરાવરણ પ્રભુ દ્રવ્ય સ્વભાવ અનાદિથી પડયો છે. ઉણપ નામ કમી નથી પૂર્ણ છે. અશુધ્ધતા નથી. એ તો શુદ્ધ છે... એવો ભગવાન અંદર બિરાજે છે. એ ભગવત્ સ્વરૂપ જ છે... અને ભગવત સ્વરૂપ પ્રગટ થાય છે. આહાહા ! જે પુણ્ય ને પાપના પ્રેમમાં અર્થાત્ તેની આડમાં હતો એ હવે પ્રગટ થાય છે. એ રાગના પ્રેમને છોડી અને સ્વરૂપની હૈયાતિ-મૌજૂદગી દ્રવ્ય વસ્તુ છે એ પ્રગટ થાય છે. વસ્તુ તો વસ્તુ છે પરંતુ પર્યાયમાં એ પ્રગટ થાય છે.
અરે! અનંત કાળથી ગુપ્ત રહી ગઈ તે ચીજ અંદર પૂર્ણાનંદ પ્રભુ છે. એની વર્તમાન પર્યાય દૃષ્ટિમાં એ ચીજ ગુપ્ત રહી ગઈ. એક સમયની પર્યાય પ્રગટ છે, જ્ઞાનનો અંશ પણ પ્રગટ છે. પણ, તેની વિપરીત સચિમાં વસ્તુ ગુપ્ત રહી ગઈ. સમજાય છે કાંઈ ? ભાષા તો સહેલી છે.
આહાહા ! પ્રભુ તું કોણ છો? ક્યાં છો? કેમ છો? આહાહા! કહે છે કે- ચિન્મય જ્યોતિ છે. અખંડાનંદ પ્રભુ ચિન્મય જ્ઞાનાનંદ.. સહજાનંદ.. સ્વરૂપ વસ્તુ છે. આહાહા! એ ચિત્ નામ ચેતના તે જ સ્વરૂપ છે. [મયં] શબ્દનો અર્થ કર્યો ચેતન આત્મા એનું ચેતના સ્વરૂપ. ચેતન કહો કે આત્મા કહો ! આત્મા ચેતન એ તો વસ્તુ છે અને ચેતના એનો સ્વભાવ છે. આહાહા ! પ્રજ્ઞા. બ્રહ્મ. જાણવું દેખવું. આનંદ જેનો સ્વભાવ છે. જેમ વસ્તુ અનાદિ શાશ્વત છે તેમ એનો ચિટ્વન આનંદકંદ પ્રભુનો સ્વભાવ પણ શાશ્વત છે. આહાહા! એ ચિન્મય જ્યોતિ