________________
૧૪૧
કલશ-૧૨૫
અંદર ભિન્ન છે... તેનું જ્યાં ભાન થયું તો ચીજ આવી છે કે ચૈતન્ય ગુણના ૨સથી ભરેલી છે. આત્મા ચૈતન્યનું દળ છે, અતીન્દ્રિય આનંદનું દળ છે. એને આવું ક્યાં બેસે ? એણે ક્યાં કોઈ દિવસ સાંભળ્યું છે! આત્મા કોને કહેવો ?
આ જે ચેતન... ચેતન... ચેતના... ચેતના એ ચેતનાનું આખું દળ છે. તે એક સમય પૂરતી પર્યાય પણ નથી. આહાહા ! આમાં નવરાશ ક્યાં ? ફુરસદ ન મળે... તેને સંસા૨ના પાપ આડે. સીત્તેર વર્ષ થયા તો પણ નવરા થવાતું નથી. નોકરીમાં તો પંચાવન વર્ષે નવરા થઈ જાય છે. વીસ વર્ષથી નોકરી શરૂ કરે બીજા પાંત્રીસ વર્ષ નોકરી કરી પંચાવન વર્ષે રીટાયર્ડ થઈ જાય. વાણીયા તો પંચાવન શું સીત્તેર વર્ષ થાય તો પણ મજૂરની જેમ જોડાયા જ કરે.
શ્રોતાઃ- નવરા બેસીને શું કરવું ?
ઉત્ત૨:- અંદ૨માં આત્મા છે (તેના આશ્રયે ) ક૨વાનું છે તે તો કરતો નથી. અહીંયા તો કેટલું ૨હેવાનું છે... ૨૫, ૫૦, ૬૦, ૭૦ વર્ષ પછી આત્મા તો નિત્ય છે, અનાદિ અનંત તે ક્યાં ૨હેશે ? આ મારા... મારા... મારા... એવી મમતા કરીને મિથ્યાત્વમાં રહેશે. તે ભવિષ્યકાળના ચારગતિના પરિભ્રમણમાં ૨હેશે. આવી વાત છે બાપુ ! અહીંયા કાંઈ પૈસાની કિંમત નથી. ગઈકાલે બધા મોટા... મોટા... આવ્યા હતા. બે-ચાર મોટાને ઓળખાવ્યા, આ આવો છે અને આ આવો છે. અમે કહ્યું – અહીંયા અમારે એ ( પદવીની ) કાંઈ કિંમત નથી. પછી કહ્યું - આત્માનું જ્ઞાન – ઓળખાણ કર્યા વિનાના બધા ભિખારી છે. દશહજા૨નો મહિને પગા૨ છે. તેની આત્માના અનુભવ પાસે કોઈ જ કિંમત નથી. એ બધા ભિખારા છે. અંદર આત્મામાં અનંત લક્ષ્મી પડી છે. અતીન્દ્રિય આનંદ અને સુખનો સાગર અંદર ડોલે છે. ભગવાન! તેની તો ખબર ન મળે અને આ બહારમાં ઝૂકાવ કરીને ડાહ્યા થઈ ગયા. ભગવાન ! વાત તો એવી છે!
પ્રભુ ! તારી ચીજ અંદર એવી છે. એ ચીજ ચિ... ૨સ... થી ભરેલી છે એમ કહે છે. જેમ રસગુલ્લા હોય છે ને રસગુલ્લા... દૂધના બને તે, તેમ અંદર આત્મામાં ચૈતન્ય રસગુલ્લા છે. જુઓ ! પાઠમાં છે – “ચિત્ નિજરસ ” ચૈતન્યના રસગુલ્લા છે. નિજગુણ, શક્તિ, નિજ સ્વભાવનો સમૂહ છે. આહાહા! અરે! આવી વાતો સાંભળી પણ ન હોય. વેઠું કરીને મરીને ચાલ્યા જવાના. પાગલ માણસો વખાણ કરે. આ ઉંમરે તમે બહુ પેદાશ કરી... તમારા બાપા પાસે આટલી મૂડી ન હતી. તમે દશ કરોડ રૂપિયા ભેગા કર્યા. એ બધા ભિખારી રાંકા છે.
જેને અંદ૨ની ચૈતન્ય લક્ષ્મીની કિંમત નથી તે બહારની કિંમત ટાંકે! ખબર છે બધી ! બધા જ સ્વાર્થના પૂતળા છે. સર્વજ્ઞ ભગવાન તો એમ કહે છે કે – બાયડી, છોકરા, પૈસા એ બધા ધૂતારાની ટોળી છે. એ ધૂતારા આજીવિકા લઈને તને લૂંટી લેશે. તું મરીને ક્યાં જઈશ તેની ક્યાં પડી છે ? મરી જાય ત્યારે રોવે છે... એટલા માટે કે – એ મરીને ક્યાં ગયો ? એના માટે નથી રોતા એ ન૨કે ગયો હોય તો અમારે શું છે પણ એની સગવડતા ગઈ એટલા માટે