________________
કલશ-૧૩ર
૨૨૧ અવલંબનથી જે શુદ્ધ અનુભવ થયો એ કાયમ રહેવાવાળો છે. “અવિનશ્વર પ્રકાશ છે જેનો, એવો છે.”
વળી કેવું છે?“તોષ ષિત” અતીન્દ્રિય સુખરૂપ પરિણમ્યું છે,” આહાહા ! જુઓ, આવ્યું “તોષ” નામ આનંદ કહો સંતોષ કહો. “તોષ' શબ્દ છે “તોષ' સંતોષ. “વિક્રત' એટલે પરિણમ્યો છે. તેને હવે આનંદની પરિણતિ દશા થઈ છે “તોષ વક્રત” તોષ એટલે આનંદ, તોષ એટલે સંતોષ, તોષની આગળ સ ઉમેરે એટલે સંતોષ. “તોષવિક્રત” આનંદરૂપનું પરિણમન કર્યું. પહેલાં જે અશુધ્ધતાનું દુઃખરૂપ પરિણમન હતું તે હવે શુદ્ધ પરિણમન થયું. આનંદરૂપ થયો.
આહાહા ! એનો પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ છે, એ તો આનંદનો નાથ છે, અતીન્દ્રિય આનંદનો છલોછલ સાગર છે, તેની સન્મુખ થઈને વિશ્વતતોષ' આનંદરૂપ દશાને ધારણ કરી દયા - દાન વ્રતની આડે આવું કોઈ દિવસ સાંભળ્યું નથી. અત્યારે આ વાત તો બહુ દુર્લભ થઈ ગઈ છે.
આહા! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર કોને કહીએ? લોકોને તો એમ કે બહારની ક્રિયા કરીએ તો થઈ ગયો ધર્મ! દેવ - ગુરુ – શાસ્ત્રની શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન થઈ ગયું. વ્રત – તપ કરે એટલે ચારિત્ર થઈ ગયું. એ બધું ખોટું છે. પહેલાં તો બધા (આમ જ) માનતા હતા ને! અમે પોતે આમ માનતા હતા.
અમે તો નાનપણમાં – સત્તર- અઢાર વર્ષની ઉંમરમાં શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. આજથી ૭૦ વર્ષ પહેલેથી શાસ્ત્ર અભ્યાસ કરતા હતા. દુકાન ઉપર શાસ્ત્ર સ્વાધ્યાય કરતા” તા. સંવત ૧૯૬૫ ની સાલથી તો રાત્રિના આહાર – પાણીનો ત્યાગ છે. ૬૮ વર્ષ થયા પાણીનું બિંદુ કે આહારનો કણ રાત્રિના નથી લીધો અમને તો આ સંસ્કાર હતા ને! જ્યારે શાસ્ત્રનો અભ્યાસ ન હતો ત્યારે પ્રતિક્રમણ કરતા, સામાયિક કરતા અને ધર્મ થઈ ગયો તેમ માનતા. આઠ દિવસ ઉપવાસ કરતાં; શ્વેતામ્બરમાં પર્યુષણના આઠ દિવસ હોય ચાર ઉપવાસ તો પાણી વિનાના ચોવીઆરા કરે. વળી એક દિવસ આહાર, એક દિવસ ઉપવાસ એમ બાર મહિના કરે તેને તપસા માનતા હતા. ધૂળમાંય તપતા નથી. સમજમાં આવ્યું? એ મિથ્યાત્વ સાથેનો રાગ ભાવ હતો; તેમાં ધર્મ હોય? એ અપવાસ વખતે બાર કલાક દુકાન ઉપર બેસીએ. આ તો સંવત ૬૪, ૬૫, ૬૬ ની વાત છે. આ વાત તેમાં નહોતી, કેમકે અમે તો નાની ઉંમરથી જ શાસ્ત્રનો અભ્યાસ કરતા. શ્વેતામ્બરમાં તો આ વાત છે જ નહીં. શ્વેતામ્બરનો ગમે તેટલો અભ્યાસ કરો પણ તેમાંથી આ વાત ન નીકળે. રાગથી ભિન્ન થતાં આનંદનો અનુભવ આવે એ સમકિતની વાત નીકળે જ નહીં. દિગમ્બર શાસ્ત્રોમાં સનાતન જૈન દર્શનની ચીજ રહી ગઈ છે. અમે તો શ્વેતામ્બરના કરોડો શ્લોકો જોયા છે. આખી જિંદગી સ્વાધ્યાયમાં ગઈ છે.
અહીંયા કહે છે કે – “તોષ વિશ્વત” આહાહા ! શું કહે છે? જેને મિથ્યાત્વનો આગ્નવ રોકાઈ અને આત્માનું સમ્યગ્દર્શન થયું તેને આનંદનો થોડો સ્વાદ આવે છે. પછી જેટલો