________________
૩૧
જીવવિચાર
(૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા.
કમ્મા-કમ્મગનભૂમિ-અંતરદીવા મજુસ્સાયા રહા ભાવાર્થઃ કર્મભૂમિના તથા અકર્મભૂમિના તથા અંતરદ્વિપના એમ મનુષ્યોનાં ત્રણ પ્રકારો છે. // ૨૩/ પ્રશ્ન ૧૭૯. મનુષ્યો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તર: મનુષ્યો ત્રણ પ્રકારનાં છે. તે આ પ્રમાણે : (૧) કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, (૨) અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, (૩) આંતરદ્વિપમાં ઉત્પન્ન થયેલા. પ્રશ્ન ૧૮૦. કર્મભૂમિ કોને કહેવાય છે? ઉત્તર :અસિ-તરવાર વગેરેના મસિ-લેખનકળા વગેરેના અને કૃષિ-ખેતર ખેડવા વગેરેનાં જ્યાં વેપાર હોય છે તે કર્મભૂમિ કહેવાય છે. પ્રશ્ન ૧૮૧. અકર્મભૂમિ કોને કહેવાય છે? ઉત્તરઃ જ્યાં અસિ, મસિ, કૃષિનો વેપાર ન હોય તે અકર્મભૂમિ કહેવાય છે. પ્રશ્ન ૧૮૨. અંતરદ્વિપ કોને કહેવાય છે. ઉત્તર ઃ જે ક્ષેત્રો દ્વિપ અને સમુદ્રની વચ્ચે (મધ્યમાં આવેલા છે તે ક્ષેત્રોને અંતરદ્વિપ કહેવાય છે. પ્રશ્ન ૧૮૩. મનુષ્યત્ર કેટલા યોજનાનું છે? ઉત્તરઃ મનુષ્યક્ષેત્ર પીસ્તાલીસ લાખ (૪૫,૦૦,૦૦૦) યોજનાનું છે. પ્રશ્ન ૧૮૪. મનુષ્યોનાં જન્મ મરણ ક્યા ક્યા ક્ષેત્રોમાં થાય છે? ઉત્તરઃ મનુષ્યોનાં જન્મમરણ મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે. જેમનુષ્યક્ષેત્રની બહાર ગયા હોય અને તે જીવનો મરણકાળ નજીક આવવાનો હોય તો તે જીવને મનુષ્યક્ષેત્રમાં પાછા આવવાનો વિચાર આવી જાય છે અને તે મનુષ્યક્ષેત્રમાં આવ્યા પછી જ આયુષ્ય પૂર્ણ થાય છે. પ્રશ્ન ૧૮૫. તિચ્છલોક કેટલો પહોળો છે?તે તિષ્ણુલોકમાં શું શું રહેલું છે? અને તે કેટલા માપ વાળો હોય છે? ઉત્તરઃ તિર્થાલોક એક રાજ એટલે અસંખ્યાતા કોટાકોટ યોજન પ્રમાણ