________________
૨૧
લઘુસંગ્રહણી
નગરો અધોગ્રામમાં છે એમ જણાવેલ છે. પ્રશ્ન ૧૪૩. દેવકુડ-ઉત્તરકુરૂક્ષેત્રો ક્યાં આવેલા છે? ઉત્તર : દેવગુરૂ અને ઉત્તકરૂ આ બે ક્ષેત્રો મહાવિદેહમાં આવેલા છે. પ્રશ્ન ૧૪૪. મહાવિદેહ ક્ષેત્ર ક્યાં આવેલું છે, તેની આજુબાજુમાં શું આવેલ છે ? તેનું માપ શું છે? ઉત્તરઃ નિષધ પર્વત અને નીલવંત પર્વતની વચમાં મહાવિદેહ ક્ષેત્ર છે. ઉત્તર દક્ષિણ બને તરફ ૩૩૬૮૪ યોજન૪ કલા માપનું છે. મહાવિદેહની દક્ષિણે નિષધ પર્વત અને ઉત્તરે નીલવંત પર્વત છે. મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ છેડે લવણસમુદ્ર છે. પૂર્વ - પશ્ચિમ માપ એક લાખ યોજન છે. પ્રશ્ન ૧૪૫. પૂર્વ-પશ્ચિમ મહાવિદેહનું માપ એક લાખ યોજન શી રીતે થાય? ઉત્તરઃ એક લાખ યોજન આ પ્રમાણે થાય :પૂર્વ તરફનું ૮ વિજયનું માપ ૧૭૭૦૩ યોજન ૪ વક્ષસ્કાર
૨૦૦૦ યોજન ૩ આંતર નદી, ૩૭૫ યોજના ભદ્રશાલવન ૨૨૦૦૦ યોજન છેડે જગતી પાસેનું વન ૨૯૨૨ યોજન
• કુલ ૪૫૦૦૦ યોજન
પશ્ચિમ તરફનું ઉપર પ્રમાણે ૪૫000 યોજન મધ્યમાં મેરૂ પર્વત
૧૦૦૦૦ યોજના કુલ મળીને
૧૦૦000 યોજન થાય. પ્રશ્ન ૧૪૬. મહાવિદેહનું ઉત્તર-દક્ષિણ માપ જે જણાવેલ છે તે શી રીતે થાય? ઉત્તરઃ ઉત્તર-દક્ષિણ માપ આ પ્રમાણે :ઉત્તર તરફની વિજયો યોજન ૧૬૫૯૨ કલા ૨ મધ્યમાં નદી
૫૦૦ દક્ષિણ તરફની વિજયો ૧૬પ૯૨ ૨
૩૩૬૮૪ : ૪