________________
૩૯
જીવવિચાર
ઉત્તર:પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં ૨૩૧ પર્યાપ્તા જીવોના ભેદો હોય છે તે આ પ્રમાણે સ્થાવરજીવોના ૧૧ભેદ,વિક્લેન્દ્રિયનાસભેદ, તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ભેદ, નારકીનાં ૭ભેદ, મનુષ્યના ૧૦૧ભેદ, દેવતાના૯૯ભેદ. એમ કુલ ૧૧+૩+૧૦ +૭+ ૧૦૧+૯૯ = ર૩૧ પર્યાપ્તાના ભેદો થાય છે. પ્રશ્ન ૨૧૮. પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં ગર્ભજ જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં ગર્ભજ જીવોના ૨૧૨ ભેદો છે તે આ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ તથા મનુષ્યના ૨૦૨ ભેદો થઈને ૨૧૨ ભેદો થાય છે. પ્રશ્ન ર૧૯. પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં સમૂર્છાિમ જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં સમૂર્છાિમ જીવોના ૧૩૯ ભેદો છે તે આ પ્રમાણે : સ્થાવર જીવોના ૨૨ ભેદ, વિકલેન્દ્રિયનાં ૬ ભેદ, તિર્યંચ પંચેન્દ્રિયનાં ૧૦ ભેદ તથા મનુષ્યના ૧૦૧ ભેદ એમ કુલ ૨૨ + ૬ + ૧૦+ ૧૦૧ = ૧૩૯ ભેદો થાય છે. પ્રશ્ન ૨૨૦. પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદોમાં ગર્ભજ યા સમૂર્છાિમ ન હોય તેવા કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદોમાં ગર્ભજયા સમૂર્ણિમ ન હોય તેવા ૨૧૨ ભેદો થાય છે તે આ પ્રમાણે નારકના ૧૪ ભેદ તથા દેવોનાં ૧૯૮ ભેદો થઈને ૨૧૨ થાય છે. પ્રશ્ન ર૨૧. ગર્ભજ અપર્યાપ્તા જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ ગર્ભજ અપર્યાપ્તા જીવોના ૧૦૬ ભેદો છે. તે આ પ્રમાણે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ અને મનુષ્યના ૧૦૧ ભેદ છે. પ્રશ્ન ૨૨૨. ગર્ભજ પર્યાપ્તા જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તર : ગર્ભજ પર્યાપ્તા જીવોના ૧૦૬ ભેદ છે તે આ પ્રમાણે : ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ તથા મનુષ્યના ૧૦૧.