________________
૪૭
જીવવિચાર
હોય છે? ઉત્તર : એક યોજનાની કાયાવાળી માખી વિગેરે જીવો મનુષ્યલોકની બહાર હોય છે.
ધણુસય પંચપમાણાનેરઈયા સરમાઈ પુઢવીએ
તત્તો અદ્ધધુણા નેયા રાયણuહા જાવ. ૨૯ll ભાવાર્થ સાતમી નારકીનાં પર્યાપ્તા જીવોની ઊંચાઈ ૫૦૦ ધનુષની હોય છે. ત્યાર પછી ક્રમસર અડધી અડધી કરતાં છેલ્લે રત્નપ્રભા એટલે પહેલી નારકીના જીવોનાં શરીરની ઊંચાઈ થી ધનુષ અને ૬ અંગુલ જાણવી.રા પ્રશ્ન ૨૫૭. અપર્યાપ્તા નારકના જીવોનાં શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર: અપર્યાપ્તા સાતેય નારકીના જીવોનાં શરીરની અવગાહના ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. પ્રશ્ન ૨૫૮. પર્યાપ્તા સાતેય નારકીના જીવોનાં શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા સાતેય નારકીના જીવોનાં શરીરની અવગાહના આ પ્રમાણે છે પર્યાપ્તા સાતમી નારકના જીવોનાં શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષની છે. પર્યાપ્ત છઠ્ઠી નારકીના જીવોનાં શરીરની ઉંચાઈ ૨૫૦ ધનુષની છે. પર્યાપ્ત પાંચમી નારકીના જીવોનાં શરીરની ઉંચાઈ ૧૨૫ ધનુષની છે. પર્યાપ્તા ચોથી નારકીના જીવોનાં શરીરની ઉચાઈ ૬રા ધનુષની છે. પર્યાપ્તા ત્રીજી નારકીના જીવોનાં શરીરની ઉંચાઈ ૩૧ ધનુષની છે. પર્યાપ્તા બીજી નારકીના જીવોનાં શરીરની ઉંચાઈ ૧પા ધનુષ અને બાર અંગુલની છે. પર્યાપ્તા પહેલીવારકીના જીવોનાં શરીરની ઉંચાઈ શા ધનુષ અને છ અંગુલની છે. પ્રશ્ર ૨૫૯. ધનુષ કોને કહેવાય છે? ઉત્તરઃ એક ધનુષનું પ્રમાણ ચાર હાથ થાય છે. પ્રશ્ન ૨૬૦. એક હાથના અંગુલ કેટલા છે? ઉત્તરઃ એક હાથના ચોવીસ અંગુલ થાય છે.