Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 238
________________ ૩૯ લધુસંગ્રહણી પ્રશ્ન ૨૮૨. ઉન્મજ્ઞા નદીમાં કઈ વસ્તુઓ તરી શકે છે? ઉત્તર : ઉન્મજ્ઞા નદીમાં ભારે વસ્તુઓ પણ કરી શકે છે. પ્રશ્ન ૨૮૩. ત્યાંથી કેટલા યોજને કેટલા વિસ્તારવાળી શું આવે છે? તે ક્યાં મળે છે? ઉત્તર : ત્યાંથી ર યોજન આગળ ૩ યોજનાના વિસ્તારવાળી નિમગ્ના નદી આવેલી છે તે ગંગા નદીને મળે છે. પ્રશ્ન ૨૮૪. નિમગ્ના નદીમાં શું શું ડૂબી શકે? ઉત્તરઃ આ નદી હલકી વસ્તુઓને પણ ડૂબાડે તેવા સ્વભાવવાળી હોય છે. પ્રશ્ન ૨૮૫. ચક્રવર્તીઓ છ ખંડ સાધવા કઈ રીતે જાય? ઉત્તરઃ ચક્રવર્તીઓ ઉત્તર તરફનાં ૩ખંડ સાધવા એક ગુફામાંથી જાય છે. અને સાધીને બીજી ગુફામાંથી પાછા આવે છે. પ્રશ્ન ૨૮૬.ચક્રવર્તીઓ ગુફાની અંદર શું શું કરે છે? શેનાથી? કેટલા અંતરે? ઉત્તરઃ ચક્રવર્તી ગુફાની અંદર કાકીણી રતથી યોજન-યોજનને આંતરે બંને ભીંતો તરફ પ્રકાશ મંડળો કરતા જાય છે. અને વળતી વખતે બીજી ગુફામાં કરતા કરતા પાછા આવે છે. પ્રશ્ન ૨૮૭. પ્રકાશ માંડલા કેટલા થાય છે? મતાંતરે કેટલા છે? ઉત્તરઃ એક બાજુની ભીંતે ૪૯ માંડલા થાય છે. મતાંતરે બંને ભીંતે થઈને ૪૯ માંડલા થાય છે. પ્રશ્ન ૨૮૮. મંડલનો વિસ્તાર લાંબો-પહોળો વગેરે કેટલા હોય છે? ઉત્તરઃ મંડલનો વિસ્તાર ઉન્મેઘ ૫૦૦ ધનુષ છે અને પ્રકાશ ૧૨ યોજના પહોળો, ૮ યોજન ઉંચો અને ૧ યોજન લાંબો હોય છે. પ્રશ્ન ૨૮૯.તમિસ્ત્રી ગુફાના અધિપતિ તથા ખંડ પ્રપાત ગુફાના અધિપતિ દેવોનું નામ શું છે? ઉત્તરઃ તમિત્રા ગુફાના અધિપતિ કૃતમાલ દેવ હોય છે. ખંડ પ્રપાત ગુફાના અધિપતિ નૃતમાલ દેવ હોય છે. પ્રશ્ન ૨૯૦. આ ક્ષેત્રમાં કેટલી નદીઓ કેટલા કેટલા પરિવારવાળી કઈ દિશા

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260