Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 242
________________ ૪૩ લઘુસંગ્રહણી પ્રશ્ન ૩૦૯. આ તીર્થકર શું કરે? ઉત્તરઃ આ તીર્થકર સંસારી અવસ્થામાં યુગલીક ભાવ નષ્ટ થયેલ હોવાથી મનુષ્યોને સાચવે છે. પ્રશ્ન ૩૧૦. કર્મભૂમિ ક્યારથી બને? ઉત્તરઃ જ્યારે અસિ = તલવાર, મસિ =લેખન કળા આદિ અને કૃષિ = ખેતર ખેડવું આદિ ચાલુ થાય છે ત્યાર થી કર્મભૂમિનાં ભાવ ચાલુ થાય છે. પ્રશ્ન ૩૧૧. કર્મભૂમિમાં મનુષ્યોની આયુષ્ય અવગાહના કેટલી હોય છે? ઉત્તર : જ્યારે કર્મભૂમિ બને છે ત્યારે તે મનુષ્યનું આયુષ્ય (તે વખતથી) પૂર્વ ક્રોડ વર્ષનું થાય છે અને અવગાહના ૫૦૦ ધનુષની હોય છે. જો પ્રશ્ન ૩૧૨. રાજય-લગ્નની વિધિની શરૂઆત ક્યારથી થાય છે? ઉત્તરઃ ઈન્દ્રમહારાજ આવી તીર્થંકરના આત્માને રાજયાભિષેક કરે છે ત્યારથી રાજાની સ્થાપનાની શરૂઆત થાય છે અને લગ્ન કરાવી આપે છે ત્યારથી લગ્નની વિધિની શરૂઆત થાય છે. પ્રશ્ન ૩૧૩. તીર્થંકર પરમાત્મા ગૃહસ્થાવાસમાં કેટલો કાળ રહે છે? ઉત્તર તીર્થંકર પરમાત્મા ૮૩ લાખ પૂર્વ સુધી ગૃહસ્થાવાસમાં રહે છે. પ્રશ્ન ૩૧૪. દીક્ષા ક્યારે લે છે? અને ધર્મતીર્થ ક્યારે પ્રવર્તાવે છે? ઉત્તરઃ૮૩લાખ પૂર્વવર્ષ પૂર્ણ થતાં એકલાખ વર્ષ બાકી રહેલોકાંતીકદેવો આવી દીક્ષાની વિનંતી કરતાં વાર્ષિક દાન એક વર્ષ આપી પછી સંયમ અંગીકાર કરે ત્યારે તે વખતે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે, એક વર્ષ સુધી સંયમનું પરીપાલન કરતાં કેવળજ્ઞાન પેદા થાય છે. ત્યારબાદ ચર્તુવિધ સંઘની સ્થાપના કરે છે. અને તીર્થ પ્રર્વતાવે છે. પ્રશ્ન ૩૧૫ તીર્થંકર પરમાત્માનો મોક્ષ ક્યારે થાય છે? ઉત્તરઃ ત્રીજા આરાના ૮૯ પખવાડિયા બાકી રહે ત્યારે તીર્થંકર પરમાત્માનો મોક્ષ થાય છે. પ્રશ્ન ૩૧૬. પહેલાં તીર્થંકરના શાસનમાં કેટલા ચક્રવર્તી થાય છે? ઉત્તરઃ પહેલાં તીર્થકરના કાળમાં એક ચક્રવર્તી થાય છે. પ્રશ્ન ૩૧૭. આ બધું ક્યાખંડમાં થાય છે? બાકીના ખંડમાં શી રીતે ધર્મની ઉત્પત્તિ

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260