Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 218
________________ ૧૯ લઘુસંગ્રહણી ઉત્તર : જાતિ વૈરવાળા તિર્યંચોને અલ્પ કષાય, અલ્પ વિષયવાસના હોવાથી મરીને પોતાના આયુષ્ય પ્રમાણે અથવા એથી ઓછા આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૧૨૭. સુંદર આકૃતિવાળા તિર્યંચો હોવા છતાં મનુષ્ય કેવા પ્રકારનાં હોય છે? ઉત્તરઃ સુંદર આકૃતિવાળા તિર્યંચો હોવા છતાં ત્યાંના મનુષ્યો પાદચારી જ હોય છે એટલે કે તિર્યચોં ઉપર બેસીને ફરવાનું મન ન થાય તેવા હોય છે. પ્રશ્ન ૧૨૮. ગાય-ભેંસ આદિ હોવા છતાં તેનો ઉપયોગ ના કરે ? ઉત્તર ઃ ગાય-ભેંસો આદિ સુંદર હોવા છતાં, મધુર દૂધ આપવા છતાં તેને હતાં નથી. પ્રશ્ન ૧ ૨૯. આ ક્ષેત્રની જમીન ઉપર શું શું ઉત્પન્ન થાય છે ? કેવી હોય ? ઉત્તર : આ ક્ષેત્રની જમીન ઉપર વાવવાદિ કાર્ય કર્યા સિવાય શાલી ગોધુમ વગેરે ઔષધિઓ ફળો વગેરે સુંદ૨ થાય છે પણ કોઈ મનુષ્યો તેનો ઉપયોગ કરતા નથી. ત્યાંની માટી પણ અહીંની શર્કરા એટલે સાકર કરતાં પણ અનંત ગણી મીઠી હોય છે છતાં કોઇ ઉપયોગ કરતું નથી. પ્રશ્ન ૧૩૦. આ યુગલિકો કેવા પ્રકારનાં હોય છે ? તેનું મરણ કઇ રીતનું હોય છે ? ઉત્તર ઃ આ યુગલિક મનુષ્યો અહમિન્દ્રોજેવા હોય છે અને યુગલિક ક્ષેત્રમાં રહેલા મનુષ્યોને પણ અકાળ મરણનો સંભવ હોઈ શકે છે. ઉત્તરકુરૂ ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૧૩૧. મેરૂની ઉત્તર તરફ દક્ષિણની જેમ શું આવેલ છે ? શું ફેરફાર છે ? ઉત્તર : મેરૂની ઉત્તર તરફ પણ દક્ષિણ દિશામાં જે પ્રમાણે પર્વતો, નદીઓ, દેવકુરૂક્ષેત્ર વગેરે આવેલ છે તે જ પ્રમાણે તેના વનો માપવાળા ઉત્તર તરફ પણ આવેલા છે પણ તેના નામોમાં ફેરફાર હોય છે. પ્રશ્ન ૧૩૨. મેરૂની ઈશાનકોણમાં શું આવેલ છે ? ઉત્તર ઃ મેરૂની ઈશાનકોણમાં માલ્યવંત ગજદંતગિરિ ૯ ફૂટ છે. તેમાં ૧ ઉપર જિનચૈત્ય, ૨ ઉપર અધોદિગ્ કુમારી, ૬ ઉપર પ્રાસાદ છે. પ્રશ્ન ૧૩૩. મેરૂની વાયવ્યકોણમાં શું આવેલ છે ? ઉત્તર ઃ વાયવ્યકોણમાં ગંધમાદન ગજદંતગિરિ છે તેને સાત ફૂટછે. તેમાં ૧ ઉપર ચૈત્ય છે, ૨ ઉપર અધોદિકુમારી, ૪ ઉપર પ્રાસાદો છે.

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260