Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 253
________________ ૫૪ પ્રશ્નોતરી યોજન વિસ્તાર હોય છે. પ્રશ્ન ૩૮૦. રૂપ્યકુલા નદીને વિષે ઘટિત દ્વારો ક્યા છે ? ઉત્તર ઃ રૂપ્યકુલા નદીને વિષે ઘટિત દ્વારો આ પ્રમાણે :- ઉત્તર મહાપુંડરીકમાંથી નીકળે છે. પૂર્વ હિરણ્યવંતમાં વહે છે. ૨૮૦૦૦ નદીઓના પરિવારવાળી પૂર્વ લવણસમુદ્રમાં ભળે છે. મૂળમાં ૧૨ યોજન વિસ્તાર અને છેડે ૧૨૫ યોજન વિસ્તાર હોય છે. પ્રશ્ન ૩૮૧. સુવર્ણકુલા નદીને વિષે ઘટિત દ્વારો ક્યા છે ? ઉત્તર ઃ સુવર્ણકુલા નદીને વિષે ઘટિત દ્વારો આ પ્રમાણે :- દક્ષિણ પુંડરીકમાંથી નીકળે છે. પશ્ચિમ હિરણ્યવંત તરફ વહેછે. ૨૮૦૦૦નદીઓની પરિવારવાળી છે. પશ્ચિમ લવણસમુદ્રમાં ભળે છે. મૂળમાં ૧૨ાયોજન વિસ્તાર અને છેડે ૧૨૫ યોજન વિસ્તાર હોય છે. પ્રશ્ન ૩૮૨. હરિકાન્તા નદીને વિષે ઘટિત દ્વારો ક્યા છે ? : ઉત્તર ઃ હરિકાન્તા નદીને વિષે ઘટિત દ્વારો આ પ્રમાણે -ઉત્તર મહાપદ્મદ્રહમાંથી નીકળે છે. પશ્ચિમ હરિવર્ષમાં વહે છે. ૫૬૦00 નદીઓના પરિવારવાળી છે. મૂળમાં વિસ્તાર ૨૫ યોજન, છેડે વિસ્તાર ૨૫૦ યોજન હોય છે. પશ્ચિમ લવણ સમુદ્રમાં ભળે છે. પ્રશ્ન ૩૮૩. હરિસલિલા નદીને વિષે ઘટિત દ્વારો ક્યા છે ? ઉત્તર : હરિસલિલા નદીને વિષે ઘટિત દ્વારો આ પ્રમાણે :- દક્ષિણ તિચિંચ્છીદ્રહમાંથી નીકળે છે. પૂર્વ હરિવર્ષમાં વહે છે. ૫૬૦૦૦ નદીઓનાં પરિવારવાળી છે. પૂર્વ લવણસમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૨૫ યોજન, છેડે વિસ્તાર ૨૫૦ યોજન હોય છે. પ્રશ્ન ૩૮૪. નરકાન્તા નદીમાં ઘટિત દ્વારો ક્યા છે ? = ઉત્તર ઃ નરકાન્તા નદીમાં ઘટિત દ્વારો આ પ્રમાણે :- દક્ષિણ મહાપુંડરીક દ્રહમાંથી નીકળે છે. પૂર્વ રમ્યક્ ક્ષેત્રમાં વહે છે. ૫૬૦૦૦ નદીઓનાં પરિવાવાળી છે. પૂર્વ લવણ સમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૨૫ યોજન, છેડે વિસ્તાર ૨૫૦ યોજન હોય છે. પ્રશ્ન ૩૮૫. નારીકાન્તા નદીમાં ઘટિત દ્વારો ક્યા છે ?

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260