Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 254
________________ ૫૫ લઘુસંગ્રહણી ઉત્તર : નારીકાન્તા નદીમાં ઘટિત દ્વારો આ પ્રમાણે છે :- ઉત્તર કેશરીદ્રહમાંથી નીકળેછે. પશ્ચિમરમ્યક્ ક્ષેત્રમાં વહેછે. ૫૬૦૦૦નદીઓનાં પરિવારવાળીછે. મૂળમાં વિસ્તાર ૨૫ યોજન, છેડે વિસ્તાર ૨૫૦યોજન. પશ્ચિમ લવણસમુદ્રમાં ભળે છે. પ્રશ્ન ૩૮૬. શીતા નદીમાં ઘટીત દ્વારો ક્યા છે ? ઉત્તર ઃ તે આ પ્રમાણે – દક્ષિણ કેસરીદ્રહમાંથી નીકળે છે. પૂર્વ મહાવિદેહ મધ્યમાં વહે છે. ૫,૩૨,૦૦૦ નદીઓના પરિવારવાળી છે. પૂર્વ લવણસમુદ્રને મળે છે. મૂળમાં વિસ્તાર ૫૦ યોજન, છેડે વિસ્તાર ૫૦૦ યોજન હોય છે. પ્રશ્ન ૩૮૭. શીતોદા નદીમાં ઘટીત દ્વારો ક્યા છે ? ઉત્તર ઃ તે આ પ્રમાણે - ઉત્તર તિિિચ્છીદ્રહમાંથી નીકળે છે. પશ્ચિમ મહાવિદેહની મધ્યમાં વહેછે. ૫,૩૨,000નદીઓનાં પરિવારવાળીછે. પશ્ચિમ લવણસમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૫૦ યોજન, છેડે વિસ્તાર ૫૦૦ યોજન હોય છે. પ્રશ્ન ૩૮૮ કુલ નદીઓ કેટલી છે? મોટી તેમજ નાની નદીઓ કેટલી હોય છે ? ઉત્તર : મહાવિદેહની ૩૨-વિજયોમાં ૬૪ મોટી નદીઓ છે તે ચૌદ ચૌદ હજારના પરિવારવાળી છે અને વિજયોની આંતરનદીઓ ૧૨ છે તે પણ ચૌદ ચૌદ હજારના પરિવારની છે. એટલે ૬૪ +૧૨ ૭૬ નદીઓ મહા વિદેહની વિજયોની છે તે શીતા અને શીતોદાને જ મળે છે. જેથી તેના પરિવાર૧૦,૬૪,૦૦૦છે. તે જ પરિવાર શીતા અને શીતોદાનો જ ગણાય છે. આ સિવાય દેવકુરૂમાં ૮૪,૦૦૦ અને ઉત્તરકુરૂમાં ૮૪,૦૦૦ છે તે ૧૨ આંતરનદીનો જ પરિવાર ગણાવેલ છે. જેથી મોટી ૧૪ ને ૭૬ મેળવતાં ૯૦ મોટી નદીઓનો પરિવાર ૧૪,૫૬,૦૦૦ છે. - • પ્રશ્ન ૩૮૯. પ્રપાતકુંડો તથા ચૈત્યો કુલ કેટલા હોય છે ક્યા ક્યા ? ઉત્તર ઃ મોટી ૯૦ નદીઓનાં ૯૦ પ્રપાતકુંડો હોય છે અને દરેક પ્રતાપકુંડો સંબંધી એક એક ચૈત્ય હોય છે. જેથી ૯૦ કુંડોના ૯૦ ચૈત્યો થાય છે. પ્રશ્ન ૩૯૦. જંબુદ્રીપમાં કુલ કેટલા પર્વતો હોય છે ક્યા ક્યા ? ઉત્તર : જંબુદ્રીપમાં કુલ ૨૬૯ પર્વતો હોય છે તે આ પ્રમાણે - ૧ લઘુહિમવંત પર્વત + ૧ શિખરી + ૧ મહાહિમવંત + ૧ રૂકિમ + ૧ નિષધ + ૧ નીલવંત

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260