________________
૩૫
જીવવિચાર
ત્રીસ અકર્મભૂમિ
બૂદ્વિપમાં જ અકર્મ
ઉત્તરકુરુક્ષેત્ર,
પ્રશ્ન ૧૯૮. ત્રીસ અકર્મભૂમિઓમાંથી જંબૂદ્વિપમાં કેટલી અકર્મભૂમિઓ છે? ઉત્તર: ત્રીસ અકર્મભૂમિઓમાંથી જબૂદ્વિપમાં ૬ અકર્મભૂમિઓ છે. (૧) હિમવંતક્ષેત્ર, (૨) હરિવર્ષક્ષેત્ર, (૩) દેવકુરૂક્ષેત્ર, (૪) ઉત્તર-કુરુક્ષેત્ર, (૫) રમ્યક્ષેત્ર, (૬) હૈરણ્યવંત એમ છ અકર્મભૂમિ છે. પ્રશ્ન ૧૯૯૮ ઘાતકીખંડ તથા પુષ્કરાઈદ્વિપમાં કેટલી કેટલી અકર્મભૂમિઓ છે ? કઈ કઈ? ઉત્તરઃ ધાતકીખંડ તથા પુષ્કરાઈદ્વિપમાં બાર બાર અકર્મભૂમિઓ છે. તે આ પ્રમાણે બે હિમવંત, બે હરિવર્ષ, બે દેવકુરૂ, બે ઉત્તરકુરૂ, બે હૈરણ્યવંત તથા બે રમ્યફ એમ કુલ બાર અકર્મભૂમિઓ છે. પ્રશ્ન ૨૦૦. અંતર દ્વિપોમાં ક્ષેત્રો ક્યા ક્યા આવેલા છે? ઉત્તરઃ હિમવંત પર્વતની પૂર્વબાજુતથા પશ્ચિમ બાજુ પહાડનાબબે છેડા ઉત્તરદક્ષિણ રૂપે હાથીની સૂંઢની જેમ નીકળેલા છે તેથી કુલ ચાર છેડા થાય છે. તે એક-એક છેડા ઉપર સાત-સાત દ્વિપો આવેલા છે તેથી કુલ ૨૮ દ્વિપો થાય છે. એ જ રીતે શિખરી પર્વતની પૂર્વ બાજુ તથા પશ્ચિમ બાજુ બબ્બે છેડા પર્વતના નીકળલા છે તે ઉત્તરદક્ષિણ હાથીની સૂંઢની જેમ નીકળેલા છે તેથી ચાર છેડા થાય છે. તે દરેક છેડા ઉપર સાત-સાત દ્વિપ હોવાથી ૪x૭ = ૨૮ દ્વિપો થાય છે ૨૮ + ૨૮= પ૬ દ્વિપો થાય છે. આ કારણથી તેને અંતર દ્વિપો કહેવાય છે. પ્રશ્ન ૨૦૧. ક્ષેત્રજન્ય મનુષ્યોનાં ભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર ક્ષેત્રજન્ય ભેદો એટલે કે જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો હોય તે ક્ષેત્રવાળા મનુષ્યો ગણાય. એ અપેક્ષા એ ક્ષેત્રજન્ય મનુષ્યના એક્સો એક ભેદ છે. પંદર કર્મભૂમિનાં મનુષ્યો, ત્રીસ અકર્મભૂમિનાં મનુષ્યો અને છપ્પન અંતરદ્વિપનાં મનુષ્યો થઈને કુલ ૧૫ + ૩૦+ ૫૬ = ૧૦૧ (એકસો એક) થાય છે. પ્રશ્ન ૨૦૨.મનુષ્યનાં કુલ ભેદો કેટલાં થાય છે? ક્યા ક્યા? ઉત્તરઃ મનુષ્યોના કુલ ત્રણસો ત્રણ (૩૦૩) ભેદો છે. તે આ પ્રમાણે : ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો એકસો એક (૧૦૧) ભેદ, ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો એકસો