Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 231
________________ પ્રશ્નોતરી ઉત્તર : મૂળ કમળની ચારે બાજુ ૧૦૮ કમળો રહેલા હોય છે તે વલયકારે છે.રત્નના હોય છે. તથા ભવન અને મણીપીઠીકાથી યુક્ત હોય છે. પ્રશ્નઃ ૨૨૬. આ કમળોનું માપ કેટલું હોય છે? ઉત્તરઃ આ કમળો પીઠીકા કર્ણિકા ભવનનું માપ મૂળ કમળથી અડધું અડધું હોય છે. પ્રશ્નઃ ર૨૭. આ વલયથી કેટલે દૂર કેટલા કમળોનું વલય હોય છે? ઉત્તર : આ વલયથી કેટલેક દૂર ૩૪૦૧૧ કમળોનું બીજું વલય આવેલું છે પ્રશ્નઃ ૨૨૮. આ વલયના કમળોનું માપ કેટલું છે? ઉત્તર : આ વલયમાં રહેલા કમળો વગેરેનું માપ બીજા વલયના કમળો કરતાં અડધા અડધા માપના હોય છે. પ્રશ્નઃ ર૨૯. આ વલયમાં જે કમળો હોય છે તે કોના કોના છે? ઉત્તરઃ આ વલયમાં વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં શ્રીદેવીનાં સામાનક દેવોનાં ૪૦૦૦ કમળો આવેલા છે. પૂર્વમાં ચાર કમળો ચાર મહતરા દેવીઓના છે. અગ્નિમાં અત્યંતરસભાસદોના ૮૦૦૦કમળોછે. દક્ષિણમાં મધ્યમસભાસદોના ૧૦૦૦૦ કમળો છે. નૈઋત્યમાં બાહ્ય સભાસદોના ૧૨૦૦૦ કમળો છે. અને પશ્ચિમમાં ૭ સેનાપતિના ૭ કમળો છે = ૩૪૦૧૧ કમળો થાય. પ્રશ્નઃ ૨૩૦. આ વલય બાદ શું આવેલું છે? ઉત્તરઃ આ વલયથી થોડેક દૂર કમળોનું વલય આવેલું હોય છે. તે પ્રશ્નઃ ૨૩૧. આ વલયમાં કોના નિવાસ હોય છે? તથા કેટલા માપના હોય છે? ઉત્તરઃ આ વલયમાં આત્મરક્ષકદેવોનાં ૧૬૦૦૦ કમળો હોય છે. તે ઉપરના કમળો કરતાં અડધા માપના હોય છે. આ ત્રીજું વલય ગણાય છે. પ્રશ્નઃ ૨૩૨. આ વલય બાદ આગળ શું હોય છે? ઉત્તરઃ આ ત્રીજા વલય બાદ કાંઇક થોડે દૂર કમળોનું ચોથું વલય શરૂ થાય છે. પ્રશ્નઃ ૨૩૩. ચોથા વલયમાં કમળો કેટલા છે? તે કોના તથા કેટલા માપ વાળા હોય છે? ઉત્તરઃ ચોથાવલયમાં ૩ર લાખ કમળોછેતે ઉત્તમ કામ કરનારાઆભિયોગિકસેવક દેવોનાં ગણાય છે. અને તે ઉપરના માપ કરતા અડધા માપના હોય છે.

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260