________________
૭૫
દંડક
છ પર્યાપ્તિઓ, નિયમાછદિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકીબે સંજ્ઞાઓ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, મનુષ્ય અને તિર્યંચ એ પાંચ દંડકોમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ઉત્પન્ન થઈ શકે છે. પુરૂષવેદ અને સ્ત્રીવેદ એ બે વેદો હોય છે. પ્રશ્ન :૪૯૨. બીજા કીબીષીયા દેવોમાં ૨૪ દ્વારા સમજાવો. ઉત્તરઃ વૈક્રિય-તૈજસ- કામણ ત્રણ શરીર, અવગાહના છ હાથની, સંઘયણ ન હોય. ચાર સંજ્ઞાઓ, પહેલું સંસ્થાન, ચાર કષાય, પદ્મ લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના-કષાય-મરણ અને તૈજસ તથા વૈક્રિય પાંચ સમુદ્ધતિ, ત્રણ દ્રષ્ટિ, ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, વૈક્રિય-દ્વિક-કાશ્મણ ચાર મનના, ચારવચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ. એક સમયમાં એક બે સંખ્યાતા અસંખ્યાતા ચ્યવે છે. એક સમયમાં એક બે સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય. એક - સાગરોપમથી અધિક સ્થિતિ,છપર્યાપ્તિ, છદિશિનો આહાર, દીર્ઘકાલિકી તથા દ્રષ્ટિવાદોપદેશિકી એ બે સંજ્ઞાઓ, મનુષ્ય અને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ત્યાં જઈ શકે છે. પુરૂષવેદ એક જ વેદ હોય છે. પ્રશ્ન ૪૯૩. ત્રીજા કીબીષીયા દેવોના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર: વૈક્રિય-તૈજસ- કામણ ત્રણ શરીર, અવગાહના પાંચ હાથની, સંઘયણ ન હોય. ચાર સંજ્ઞાઓ, પહેલું સંસ્થાન, ચાર કષાય, પદ્મવેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના-કષાય-મરણ-વૈક્રિય-તૈજસ પાંચ સમુદ્ધત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્ધિક કામણ ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર અને નિરાકાર એ બે ઉપયોગ. એકસમયમાં સંખ્યાતા અસંખ્યાતા જીવો અવે છે. એક સમયમાં સંખ્યાતા અસંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિઓ, નિયમાં છ દિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી બે સંજ્ઞાઓ મનુષ્યો અને તિર્યંચોમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ત્રીજા કિલ્દીષીયાપણાએ ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ એક જ વેલ હોય છે. પ્રશ્ન ૪૯૪. નવ લોકાંતિક દેવોના વિમાનોમાં રહેલા બીજાં દેવતાઓના ૨૪ દ્વારા સમજાવો.