Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 249
________________ પ્રશ્નોતરી પ૦ ભાગનું આયુષ્ય હોય છે. પ્રશ્ન ૩૫૫. વર્તમાનકાળ આશ્રયી આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર વર્તમાનકાળ આશ્રયીમનુષ્ય-હાથી વગેરેનું ૧૨૦વર્ષ અને પદિવસનું. ગધેડા, ઉંટવગેરેનું ૨૫ વર્ષનું બળદ, પાડા વગેરેનું ૨૪વર્ષ પદિવસનું ઘોડા વગેરેનું ૩૨ વર્ષનું. ઘેટા વગેરેનું ૧૬ વર્ષ કૂતરાવગેરેનું ૧૨ વર્ષનું આયુષ્ય હોય - ઐરવત ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૩૫૬. ઐરાવત ક્ષેત્ર ક્યાં આવેલું છે? તેની બાજુમાં ક્યો પર્વત હોય છે? ઉત્તરઃ ઐરાવત ક્ષેત્ર ઉત્તર દિશા તરફ આવેલું છે. તેની બાજુમાં શિખરી પર્વત આવેલો છે. પ્રશ્ન ૩૫૭. ઐરાવત ક્ષેત્ર કઈ દિશાથી લવણ સમુદ્રને મળે છે? ઉત્તરઃ ઐરાવત ક્ષેત્ર ઉત્તર દિશા તરફથી લવણ સમુદ્રને મળે છે. (સ્પર્શેલું છે.) પ્રશ્ન ૩૫૮. કઈ બે નદીઓ આવેલી છે? ઉત્તરઃ રક્ત અને રક્તાવતી નામની બે નદીઓ આ ક્ષેત્રમાં આવેલી છે. પ્રશ્ન ૩૫૯. આ ક્ષેત્રનું વર્ણનકોના જેવું હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રનું બાકીનું બધુંય વર્ણન ભરતક્ષેત્ર પ્રમાણે જાણવું. (હોય છે.) આર્યદેશોનું વર્ણન પ્રશ્ન ૩૬૦. ભરત-ઐરાવત ક્ષેત્રમાં કુલ દેશો કેટલાં હોય છે? ઉત્તરઃ ભરત-ઐરાવત ક્ષેત્રમાં કુલ ૩૨૦૦૦ દેશો આવેલા છે. પ્રશ્ન ૩૬૧. ભરત-ઐરાવત ક્ષેત્રનાં દેશોમાંથી આર્ય દેશો-અનાર્ય દેશો કેટલાં હોય છે? ઉત્તરઃ ભરત-ઐરાવત ક્ષેત્રના ૩૨૦૦૦ દેશોમાંથી રપા દેશો આર્યદેશ રૂપે હોય અને બાકીનાં ૩૧૯૭૪ દેશો અનાર્ય રૂપે હોય છે. પ્રશ્ન ૩૬૨. ભરત-ઐરાવતના છ ખંડમાંથી આર્ય દેશો ક્યા ખંડમાં હોય છે? ઉત્તરઃ ભરત-ઐરવતના છ ખંડમાંથી મધ્યખંડમાં આર્યના રપા દેશો આવેલા હોય છે.

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260