Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 241
________________ પ્રશ્નોતરી ર. પ્રશ્ન ૩૦૪. ત્રીજા આરાના કેટલા ભાગ સુધી ક્રમસર હાની થાય છે? ઉત્તરઃ ત્રીજા આરાના ૨૩કાળ સુધી તો પહેલા અને બીજા આરા પ્રમાણે ક્રમસર હાની થતી જાય છે. પ્રશ્ન ૩૦૫. ત્રીજા આરાના છેલ્લા ભાગમાં શી રીતે હાની થાય છે? શાથી? ઉત્તર : ત્રીજા આરાના છેલ્લા ૧/૩ ભાગમાં ક્રમનો નિયમ રહેતો નથી. અનિયમિત રીતે હાની થતી જાય છે. દરેક બાબતમાં ઘણો ઘણો ઘટાડો થતો જાય છે. પ્રશ્ન ૩૦૬. ત્રીજા આરાની ૧/૩ ભાગની શરૂઆતમાં અને છેલ્લા ભાગમાં શું ફેરફાર હોય છે? ઉત્તર: ત્રીજા આરાની શરૂઆતમાં ૧/૩ ભાગમાં જે ફેરફારો હોય તે આ પ્રમાણે, છ એ સંઘયણ હોય છે એ સંસ્થાન હોય, સેંકડો ધનુષની કાયાવાળા અસંખ્ય હજાર વર્ષના આયુષ્યવાળા હોય છે તેમજ કાળ પામી દેવલોકમાં જાય છે. ક્રમે ક્રમે ઉચાઈઆયુઘટતું જાય છે. આહારનું અંતર પણ ઘટતું જાય છે. પ્રેમ-રાગદ્વેષ ગર્વાદિ વધતાં જાય છે. અને મરણ પામીને ચાર ગતિમાં જનારા થાય છે. સારાપણું દરેક પદાર્થોમાં ઓછું થતું જાય છે. કલ્પવૃક્ષોનાં ફળ-ફૂલ અને ઔષધી અનાજ ખાનાર, સંગ્રહ કરનારા, પરસ્પર વાદ કરનારા બને છે. કષાયો વધતા જાય છે. પાચન શક્તિ મંદ પડતી જાય છે. પ્રશ્ન ૩૦૭. કુલકરોની ઉત્પત્તિ ક્યારે થાય? કેટલા થાય? ઉત્તર ઃ ત્રીજા આરાના છેલ્લા પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે કુલકરોની ક્રમસર ઉત્પત્તિ થાય છે. તેવા ૭ કુલકરો થાય છે. પ્રશ્ન ૩૦૮. કલ્પવૃક્ષો વગેરે નિષ્ફળ ક્યારે થાય? ત્યારે કેટલો કાળ આરાનો બાકી રહે? તિર્થંકરની ઉત્પત્તિ ક્યાં થાય? કઈ રીતે? કેટલાં કાળે? ઉત્તર:યુગલિયાઓ કુલકરોનું પણ માનનસાચવે ત્યારે ધીરે ધીરે કાળપરિવર્તન પામતો જાય છે. ત્યારે યુગલિક ભાવ પણ નષ્ટ થતો જાય અને કલ્પવૃક્ષો પણ નિષ્ફળ થતાં જાય છે. આ પ્રમાણે કાળ જતાં એક ત્રુટિતાંગ-૮૪લાખ પૂર્વ અને ૮૯ પખવાડીયાં એટલે ત્રણ વર્ષ સાડાઆઠ માસ આ આરાના બાકી રહે ત્યારે છેલ્લા કુલકરને ત્યાં પ્રથમ તીર્થકરનો જન્મ થાય છે.

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260