________________
પત્ર
સાદર અનુવંદના સુખશાતા પૃછા ચોમાસી ક્ષમાપના. દેવગુરુકૃપયા
કુશળ છીએ.
તમારી કાવ્યકૃતિ ખરેખર વિદ્ધશ્ર્ચિત્ત માટે ચમત્કૃતિ છે
૨૪ તીર્થંકર દેવોને નમસ્કૃતિ છે. સ્વયં ઊભા કરેલા પડકારની સ્વીકૃતિ છે
તમારા કવિત્વની આવિષ્કૃતિ છે. ભક્ત વિશ્વ પર ઉપકૃતિ છે તો મોહરાજાના અંતરંગ વિશ્વ પર અપકૃતિ છે.
પાઠકના દોષોની અપાકૃતિ છે અને દુઃખોની તિરસ્કૃતિ છે. કાવ્યના શ્લોકે શ્લોકે વ્યક્ત થાય છે પ્રભુની ગુણમય પ્રકૃતિ... અને નષ્ટ થાય છે આપણી દોષજન્ય વિકૃતિ.
તમારી કલ્પનાશક્તિને સાક્ષાત્ આકૃતિ આપતી તમારી આકૃતિની કયા શબ્દો દ્વારા કરું સસ્કૃતિ ? કાવ્યસૃષ્ટિની અલંકૃતિ સમાન તમારી આ ભવ્ય નવ્ય કાવ્યકૃતિની પ્રસ્તુતિ (પ્રસ્તાવના) ચીલાચાલુ હોય તો થોડી શોભે ? દિવસોના દિવસો વીતાવ્યા...આશા હતી કંઇક સ્ફુરણા થશે પણ... ક્ષમસ્વ. કોઈ વિશિષ્ટ સ્ફુરણા દિલમાં સ્ફુરતી નથી ને સામાન્ય પ્રસ્તાવના લખીને મોકલી દેવામાં મનને
11