Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 5
________________ ઉથાનિકા ઉભવ-જૈન કુટુંબમાં મારો જન્મ થવાથી બાલ્યવયથી મારા ઉપર જૈન સંસ્કૃતિને પ્રભાવ પડ શરૂ થયેલ હતો. આ સુરત શહેરમા--મારી જન્મભૂમિમાં પ્રાથમિક કેળવણી લીધા બાદ, માધ્યમિક કેળવણી લેવાને પણ મને અહીં સુયોગ મળવાથી, હું આ જ શહેરમાં રહ્યો. આ સુરત શહેર એટલે જૈન મુનિવરોનું એક મહત્ત્વનું વિશ્રામસ્થાન આમ હોવાથી જૈન ધર્મ અને સાહિત્યના અભ્યાસની મને અભિરુચિ જાગી; અને માધ્યમિક કેળવણું લેવાનું મારું કાર્ય ચાલુ હતું તે દરમ્યાન મેં એને થોડેઘણે અંશે સ તેષી પણ ખરી. એને પૂર્ણ અને વ્યવસ્થિત વેગ તે હુ એમ. એ ની પરીક્ષામાં ૧૯૧૮માં ઉત્તીર્ણ થયે ત્યાર પછી આપી શક્યો. વાત એમ બની કે, આ અરસામા સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિયધર્મસૂરિજીનું ચાતુર્માસ મુંબઈમાં થયું અને મારા માતાપિતા પણ—અમારું સમગ્ર કુટુંબ સુરત છોડી બેત્રણ વર્ષો થયા મુંબઈમાં સ્થિર થયેલાં હોવાથી, એ સૂરિજીના વિદ્વાન શિષ્ય પાસેથી મને વિશિષ્ટ અધ્યયન કરવાને યથેષ્ટ અવકાશ મળ્યો. ન્યાયતીર્થ, ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજીએ રચેલી અને જૈન દર્શન ઉપરાત ઇતર દર્શનના મંતવ્યોને રજૂ કરતી એમની “ન્યાયકુસુમાજલિ” હું આ ગ્રન્થકાર પાસે ભણ્યો, અને એથી આગળ ઉપર હુ હરિભદ્રસૂરિકૃત “ષદર્શનસમુચ્ચય” અને ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'ના સમુચિત પઠન માટે આકર્ષાય. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જૈન ધર્મ અને સાહિત્યના વિશેષ અને વિશિષ્ટ અભ્યાસ માટે મને અવકાશ અને અનુકૂળતા મળવા લાગ્યાં. એવામાં, આજથી સત્તાવીસેક વર્ષ ઉપર તા. ૯-૧–૩૫ને રોજ અનેકાન્તજયપતાકાનું સ્વપજ્ઞ વ્યાખ્યાદિ સહિત સંપાદન કરવાનું

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 405