Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 4
________________ અષ્ટકર્મ નિવારક અષ્ટક પ્રકરણ यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः ।। ૧૪૪૪ ગ્રંથના રચયિતા સુગૃહીત નામધેય યાકિની મહત્તરાસુનુ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્ર મહારાજાએ રચેલા અષ્ટક પ્રકરણ ગ્રંથનો આ શ્લોક વીતરાગની ઓળખ આપવા સાથે એની કરેલી ઉપાસના કેવી રીતે ફળવતી બને તે જણાવે છે. - સદા આજ્ઞાનો અભ્યાસ કરવો એજ વીતરાગની આરાધનાનો સાચો ઉપાય છે. સ્વસ્વની શક્તિ મુજબનો કરેલો આજ્ઞાનો અભ્યાસ નિયમા ફળ આપે જ છે એ વાત જણાવીને જગતના જીવોને સાચો માર્ગ બતાવી આજ્ઞાનો આદર કરવા પ્રોત્સાહિત કર્યા છે. , ચતુર્વિધ શ્રી સંઘમાં જ્યારે આજ્ઞા પ્રત્યે ઉપેક્ષા ભાવ દેખાય ત્યારે આવા વચનો. અતિ અતિ અતિ ઉપકારક બની આપણું યોગક્ષેમ કરી શકે છે. આવા અનેક ગ્રંથોના ભાવાનુવાદ કરીને પ્રમાદમાં પડેલા આપણા જેવા સંસારી આત્માઓને ઉગારવા માટે કૃતનિશ્ચયી બનેલા જિનાજ્ઞા મર્મવિદ્ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાનો ઉપકાર ચતુર્વિધ શ્રી સંઘ કદી નહીં વિસરે. કર્મ જનિત નાદુરસ્ત સ્વાથ્ય વચ્ચે પણ સદૈવ પ્રસન્ન ચિત્તે તંદુરસ્ત સાહિત્યનું સર્જન કરવાનો મુદ્રાલેખ ધરાવનારા પૂજ્યશ્રીના સાહિત્યને ચતુર્વિધ શ્રી સંઘના કરકમલોમાં સમર્પણ કરવાનું શ્રેય શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટને સાંપડ્યું તે આનંદનો અવસર છે. પ્રસ્તુત શ્રી અષ્ટક પ્રકરણ ગ્રંથનાં સંપૂર્ણ પ્રકાશનમાં નિજ જ્ઞાનનિધિને સમર્પણ કરીને શ્રી તપાગચ્છ ઉદય કલ્યાણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટે (ચંદાવરકર લેન, બોરીવલી) અમૂલ્ય શ્રુતસેવા કરી છે. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેમના સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 354