________________
આ સમ્યગ્ગદર્શન વાસ્તવિક સ્વરૂપે આત્માનો એક ગુણ છે તેનું યથાર્થ સ્વરૂપ શ્રી મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮ - મોક્ષમાર્ગ ગતિની ૧૪ અને ૧૫મી ગાથામાં કહેલ છે –
जीवाजीवाय बंधो च, पुण्ण पावासवो तहा।
संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव ।।१४।। અર્થ : જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે.
तहियाणं तु भावाणं, सब्भावे उवएसणं ।
भावेण सद्दहंतस्स, सम्मत्तं तं वियाहियं ।।१५।। અર્થ : આ તત્ત્વોના ભાવોની પોતાના સહજ સ્વભાવથી કે તીર્થકર અથવા ગુર્નાદિના ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને “સમકિત' અર્થાત્ સમ્યગ્ગદર્શન કહ્યું છે. તત્ત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજી સમ્યગદર્શનનું લક્ષણ બતાવતા કહે છે -
તત્ત્વાર્થ શ્રદ્ધાનાં સર્શિનમ્ ૨.૨ા. અર્થ : તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગદર્શન છે.
તત્ત્વાર્થ શ્રદ્ધા એટલે તત્ત્વ અને અર્થ બંનેની શ્રદ્ધા જરૂરી છે. તત્ત્વની કે તત્ત્વાર્થની શ્રદ્ધા કરવી એટલે તે જીવાદિ પદાર્થોને તત્ત્વ તરીકે માનવા અને તે નવે તત્ત્વોનું જ સ્વરૂપ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ પોતાના અપ્રતિપાતી પરિપૂર્ણ કેવળજ્ઞાનમાં જોયું, જાણું અને અનુભવ્યું, અને પછી ગણધર ભગવંતોને ‘જીવ તત્ત્વનું યથાતથ્ય સ્વરૂપ બતાવી ત્રિપદી - ‘ઉપનેઈ વા, વિગઈવા, ધુવેઈ વા' જગતના જીવોના કલ્યાણ અર્થે આપી, તેને શાસ્ત્રમાં અર્થ કહ્યો છે. સર્વજ્ઞ પરમાત્મા પાસેથી આ ત્રિપદી પ્રાપ્ત થતા જ ગણધર ભગવંતોના અંતરમાં આ જીવ, અજીવ - આદિ નવ તત્ત્વોના સ્વરૂપનો પરમ ઉઘાડ થાય છે, અને દરેક ગણધર ભગવંત
આ ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૧૯