________________
૧ ૧
પાંચ લબ્ધિ
જ જીવના અંતરમાં સાચી મુમુક્ષુતા જાગે છે તેને આત્માની પ્રીતિ-પ્રતીતિ પ્રગટે છે. તે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો અગાધ મહિમા જાણીને લક્ષગત કરે છે અને પછી વારંવાર અભ્યાસ વડે પોતાના પરિણામને તેમાં જોડે છે. તે બહાર ભટકતા ઉપયોગને પોતાના આત્મામાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરે છે. પરિણામોની વિશુદ્ધિ થતાં અને કર્મની સ્થિતિ ઘટતા કોઈ એવી અપૂર્વ પળ આવે છે જ્યારે તેને આત્મઅનુભવ થાય છે. ઉપયોગ અંતર્મુખ કરતા આત્માનો અપરોક્ષ અનુભવ થાય છે. આ નિશ્ચય સમ્યગ્દર્શન છે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ પૂર્વે પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. લબ્ધિ એટલે સિદ્ધિ જે નીચે પ્રમાણે છે -
૧) ક્ષયોપશમલબ્ધિ ૨) વિશુદ્ધિલબ્ધિ ૩) દેશનાલબ્ધિ ૪) પ્રાયોગ્યલબ્ધિ ૫) કરણલબ્ધિ. આ પાંચ લબ્ધિઓની પ્રાપ્તિ જીવને ક્રમપૂર્વક થાય છે. આ પાંચ લબ્ધિમાંથી પહેલી ચાર સાધારણ લબ્ધિ છે. તે ભવ્ય અને અભવ્ય બંને પ્રકારના જીવને હોઈ શકે છે. પ્રાયોગ્યલબ્ધિ સુધી ભવ્ય અને અભવ્ય બંને પ્રકારના જીવો પહોંચી શકે છે. અર્થાત્ ગ્રંથિપ્રદેશ સુધી બંને પ્રકારના જીવ પહોંચી શકે છે. છેલ્લી કરણલબ્ધિ માત્ર એ ભવ્ય જીવને પ્રાપ્ત થાય છે જેને પૂર્વની ચાર લબ્ધિ પ્રાપ્ત