Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 125
________________ એને ધર્મની પ્રાપ્તિ થઈ છે અને હવે તને પ્રતિબોધવા એણે મૃગનું રૂપ ધારણ કર્યું.” યક્ષે યક્ષરૂપે પ્રગટ થઈ રાજાને કોઈ પણ સંકટ સમયે પોતાને યાદ કરવાનું કહ્યું. મુનિ પાસેથી ધર્મશિક્ષા પ્રાપ્ત કરી નલરાજા અને મંત્રી તિલક પોતાના નગરે પાછા આવ્યા, રાજાએ તીર્થંકર પરમાત્માની ઉત્તમ રત્નમય મૂર્તિ બનાવરાવીને રોજ ત્રિકાળ પૂજા કરે છે, જેન સાધુઓની પરમ ભક્તિ કરે છે અને સાધર્મિક વાત્સલ્ય આદિ ઉત્તમ ધર્મકાર્યો કરે છે. એક વખત મંત્રી તિલકને તીવ્ર રોગ થયો. ઘણા વૈદોએ ઉપચાર કર્યા પણ રોગ ગયો નહિ. છેવટે પરિવ્રાજકના વેષને ધારણ કરનારો એવો મિથ્યાદૃષ્ટિ સાધુ વડે ઉપચાર થતા દેવયોગે મંત્રીનો રોગ ગયો. તેથી મંત્રી પરિવ્રાજક પર અત્યંત પ્રસન્ન થઈ દરરોજ એને ઈષ્ટ આહાર-વસ્ત્ર-પાત્ર આદિ આપે છે અને સ્નેહપૂર્વક તેની સાથે આલાપ-સંલાપ કરે છે. તે પરિવ્રાજક પણ માયાવી અને ધૂર્ત હોવાથી મંત્રીને પોતાનો પક્ષપાતી બનાવવા પૂરા પ્રયત્ન કરે છે. પરિવ્રાજક તરફ આકર્ષાયેલો મંત્રી અને પોતાની સાથે રાજસભામાં લઈ જાય છે અને રાજા સમક્ષ તેની ઘણી પ્રશંસા કરે છે. ત્યારે રાજા મંત્રીને સમજાવે છે કે, “આપણે ગુરુ પાસે સમ્યકત્વવ્રત ગ્રહણ કર્યું છે, અને પાખંડી એવા પરિવ્રાજકના અસદુભૂત ગુણોની પ્રશંસા કરીને તમે સમ્યક્ત્વવ્રતને મલિન કરો છો.' એમ સમજાવવા છતાં મંત્રી તેનો પક્ષપાત મૂકતો નથી. એક વખત નલરાજાના ગુપ્તચરોએ રાજાને સંદેશ મોકલાવ્યો કે પૃથ્વીસ્થાન નગરના નીલ રાજાએ નલરાજાનો ઘાત કરવા માટે પરિવ્રાજકના વેશમાં, પાંત્રીસ વર્ષની વયવાળો, તમાલ વૃક્ષ જેવો કાળો, વાચાલ વૈદ્યની વિદ્યાનો જાણકાર એવા એક પુરુષને મોકલાવ્યો છે. તેથી તેનો નિગ્રહ કરવા જેવો છે. રાજાએ તે પરિવ્રાજકને પકડવા માટે આદેશ કર્યો. રાજસભામાં એને પકડીને લાવે છે ત્યારે તેની કેડ ઉપર બાંધેલી છરી નીચે પડી. આ જોઈ રાજાએ મંત્રીને કહ્યું, ‘તું જે પરિવ્રાજકને રાજસભામાં લાવતો હતો અને નિઃસ્પૃહ, નિર્મમ અને ગુણીયલ એવા જૈન સાધુઓ સાથે સરખામણી કરી પ્રશંસા કરતો હતો, આ પાપીને તે દાન આપી, આલાપ-સંલાપ કરી લીધેલા સમ્યકત્વવ્રતને તે મલિન કર્યું છે. આણે તો મારા ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૧૧૩

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172