________________
આપી એની કુશળતા પૂછી ત્યારે પંડિતે અહીં કોઈ કુશલ નથી કારણ ક્ષણવારમાં જ મહાભયંકર ઉપદ્રવ આવવાનો છે એમ કહ્યું. અને થોડી જ ક્ષણોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. આખા નગરમાં પાણી ભરાઈ ગયા અને નગરજનો એમાં તણાઈ જતા મદદ માટે બૂમો મારી રહ્યા હતા. રાજા પણ પાણીના આ પૂરથી બચવા પોતાના મંત્રી સાથે પ્રાસાદના સાતમા માળે ચડ્યો. ત્યાં પાણીનું પૂર સાતમા માળે આવ્યું. રાજાને હવે મૃત્યુ સામે દેખાતા રાજાને પંચપરમેષ્ઠિનું શરણું યાદ આવ્યું અને એ નમસ્કાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો. ત્યાં એક વહાણ આવ્યું અને વહાણ ચલાવનારે રાજાને એમાં બેસવાનું કહ્યું. રાજા જ્યાં વહાણમાં પગ મૂકવા જાય છે ત્યાં વહાણ, પાણી, વરસાદ બધું ચાલ્યું જાય છે અને પ્રથમ જેવી જ રાજસભા થઈ ગઈ. ત્યારે આશ્ચર્ય પામેલા રાજાને પંડિતે આ ઈન્દ્રજાળ પોતાના વડે કરાઈ હોવાનું જણાવ્યું અને સંસારનું સ્વરૂપ પણ આ ઈન્દ્રજાળતુલ્ય છે, રૂપ, બલ, સંપત્તિ, આયુષ્ય, યૌવન, પંચંદ્રિયના વિષયસુખો આદિ ચંચલ અને અસ્થિર છે. અને આ મનુષ્યભવની સામગ્રી પુનઃ પ્રાપ્ત થવી અતિ દુષ્કર છે ઈત્યાદિ વૈરાગ્યભર્યો ઉપદેશ આપી રાજાને નિર્વેદ અને સંવેગ પરિણામી બનાવ્યો. રાજાને પણ આ સંસાર ઈન્દ્રજાળતુલ્ય લાગતા એણે પોતાના પુત્રને સિંહાસને બેસાડી પોતે પ્રવજ્યા સ્વીકારી. આ ભુવનસાર રાજા તે જ હું છું. આ પ્રમાણે મુનિએ પોતાનો સાંસારિક વૃત્તાંત નલરાજાને કહી સંભળાવ્યો.
આ સાંભળી રાજા અને એનો મંત્રી પણ આ ઉત્તમ ધર્મ અપનાવવા તૈયાર થતા મુનિએ ધર્મનું રહસ્ય એમને સમજાવ્યું, ‘જિનેશ્વર પરમાત્માને જ દેવ માનો, નિર્મમત્વયુક્ત પંચમહાવ્રતધારીને ગુરુ માનો, જીવ-અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યકત્વ ધર્મનો સ્વીકાર કરો. મિથ્યાદષ્ટિ સાધુઓનો સત્કાર, અશનાદિનું દાન, તેઓની સાથેનો પરિચય અને આલાપ સંલાપ કરવો તે બધું સ ત્વને દૂષણ કરનારું છે માટે તેનો ત્યાગ કરવો. ગુરુનો ઉપદેશ સાંભળી મંત્રી સહિત નલ રાજાએ સમ્યકત્વ વ્રત ગ્રહણ કર્યું. રાજાએ ગુરુને મનુષ્યભાષી મૃગ વિશે પૂછતા ગુરુએ કહ્યું, “એ તારો ગયા ભવનો મિત્ર છે, અજ્ઞાન તપ કરવાથી યક્ષ થયો છે, મારાથી
૧૧૨
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )