Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 163
________________ અર્થ : પ્રાય: આ ધર્મબીજ-સમ્યકત્વ શબ્દોથી કહી શકાય તેવું નથી, શુષ્ક મનવાળા જીવોને પોતાના અનુભવથી જ સમજાય તેવું છે અને સંસારનો અંત કરનાર હોવાથી (ચિંતામણિરત્ન વગેરે કરતા પણ) મહાન (ઉત્તમ) છે, માટે પંડિત પુરુષોએ તેને પોતાના શુદ્ધ આત્મસ્વભાવથી સ્વયં તેને સમજવું. શ્રી કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે - उवभोगमिंदियेहिं दव्वाणंचेदणाणमिदराणं। जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ।।१९३।। અર્થ : સમ્યગુદૃષ્ટિ આત્મા જે પાંચે ઈદ્રિયો દ્વારા ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ કર્મોની નિર્જરાનું નિમિત્ત થાય છે. સમ્યગ્દષ્ટિ અંતરંગમાં કોઈ પદાર્થમાં આસક્ત નથી. એટલા માટે તેમને કર્મફળ આપીને ખરી જાય છે. તે સંસારના કારણભૂત કર્મબંધ કરતા નથી, રાગભાવને અનુસાર ક્વચિત કર્મ બંધાય છે તે પણ છૂટવાવાળું છે. उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहि। ण दु ते मज्झ सहावा जाणगभावो दुअहमिक्को।।१२८ ।। અર્થ : સમ્યગુદૃષ્ટિ એમ જાણે છે કે નાના પ્રકારના કર્મોનો વિપાક કે ફળ જે જિનેન્દ્રોએ બતાવ્યો છે તે મારા આત્માનો સ્વભાવ નથી. હું તો એકલો માત્ર જ્ઞાતા છું, જાણવાવાળો જ છું. णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दुकद्दममज्जे जहा कणयं।।२१८।। अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो। लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ।।२१९।। અર્થ : જેમ કાદવમાં પડેલું સોનું કટાતું નથી, તેમ સમ્યગુદૃષ્ટિ જ્ઞાની આત્મા કર્મોની મધ્ય પડેલા હોવા છતા પણ સર્વ પરદ્રવ્યોથી રાગભાવનો ત્યાગ કરતા K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૫૧

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172