Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 159
________________ એવી જ રીતે તપનું સમજવું. તપ પણ પરમાત્માએ બતાવેલા અનશનાદિ પ્રકારોના આસેવન રૂપ હોય, તો પણ સમ્યકત્વ વિના એ તપ આત્માના કર્મોને તપાવનારું બનતું નથી.જ્યારે સમ્યકત્વનો એ પ્રભાવ છે કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતા જ્ઞાન એવી રીતે આત્મામાં પરિણમે છે કે જેથી એ જ્ઞાન સમ્યગુજ્ઞાન બને છે, ચારિત્રનું પાલન સમ્યગુચારિત્ર ગણાય છે અને તપ પણ એવા ભાવપૂર્વક થાય છે જેથી આત્માને વળગેલા કર્મ તપે, કર્મની નિર્જરા થાય અર્થાત્ એ તપ સમ્યક્ તપ ગણાય. એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે - नत्थि चरित्तं सम्मत्तविहूणं, दंसणे उ भइयव्वं। सम्मत्तचरित्ताई, जुगवं पुव्वं व सम्मत्तं।। શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૮ ગાથા ૨૯ અર્થ : જે જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી તેમને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થતી નથી. જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તેમનામાં ચારિત્ર ધર્મની ભજના જાણવી અર્થાત્ તેમનામાં ચારિત્ર હોય અને ન પણ હોય. સમ્યકત્વ ચારિત્રની સાથે પણ રહે છે અને ચારિત્ર વગર પણ રહે છે. આવી રીતે સમ્યગદર્શન એ મોક્ષનું દ્વાર છે. સમ્યકત્વ વિનાના ચારિત્રની સકામ નિર્જરા થતી નથી તેથી સમકિત વિનાની કરણીથી અકામ નિર્જરા અને પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા અન્ય બધા આધ્યાત્મિક ગુણો ક્રમશ: પ્રગટ થતા જાય છે. नादंसणिस्स नाणं, नाणेण विना न हुन्ति चरणगुणा। अगुणिस्स नत्थि मोक्रवो, नत्थि अमोक्रवस्स निव्वाणं।। અર્થ : સમ્યગુદર્શન વિના સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાન વિના ચારિત્રના ગુણો પ્રગટતા નથી. ચારિત્રના ગુણની પ્રાપ્તિ વિના કર્મબંધથી છૂટકારો નથી અને કર્મોનો નાશ થયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ સમ્યકત્વથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થતા પહેલા જેટલું જ્ઞાન હોય તે ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૪૭

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172