________________
છે. આ દર્શન મોહનીય કર્મના નાશથી (અથવા ઉપશમ કે ક્ષયોપશમથી) આત્મામાં જે ગુણ પ્રગટે છે, જે આત્મપરિણામ હોય છે એ સમ્યગુદર્શન છે. દર્શન મોહનીયના ત્રણ ભેદ છે - મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય કર્મ. અ) મિથ્યાત્વ મોહનીય કર્મ - જે કર્મના ઉદયથી સમ્યગદર્શન ગુણનું વિપરીત
પરિણામ થાય, મિથ્યાદર્શનરૂપ થાય, જે વડે આત્મા કે અનાત્માનું (જીવ કે
અજીવ)નું ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ તે. બ) મિશ્ર મોહનીય કર્મ - જેના ઉદયથી સમ્યગ્ગદર્શન અને મિથ્યા દર્શનના મિશ્ર
પરિણામ થાય તે. ક) સમ્યકત્વ મોહનીય કર્મ - જે કર્મના ઉદયથી સમ્યગુદર્શન રહે, કોઈ દોષ કે
અતિચાર લાગે છે.
ચારિત્ર મોહનીય કર્મ - જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન રહે, કોઈ દોષ કે અતિચાર લાગે છે.
ચારિત્ર મોહનીય કર્મમાં ચાર અનંતાનુબંધી કષાય કર્મ છે. જેમ પત્થરમાં કોતરેલી લીટી કઠિનતાથી મટે છે, તેવા અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા, લોભ) છે. અનંતાનુબંધો એટલે અનંતકાળથી આત્માને અનંત કર્મોનો બંધ કરાવીને જીવાત્માને સંસારચક્રમાં ભ્રમણ કરાવે છે. આવી રીતે અનંતાનુબંધી કષાયની ચાર તેમજ મિથ્યાત્વ મોહનીયની ત્રણ એમ દર્શન મોહનીયની સાતે પ્રકૃતિના નાશથી (અથવા ઉપશમ કે ક્ષયોપશમથી) સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. (અહીં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જો કે દર્શન મોહનીયના નાશથી કહી છે તો પણ અનંતાનુબંધી ચાર કષાયો તે દર્શન મોહનીયના પોષક અને વર્ધક હોવાથી તે ચાર કષાયને દર્શનમોહ સપ્તક રૂપે સાથે ગણવામાં આવે છે.)
આ સમ્યગદર્શનને વ્યવહાર સમ્યગદર્શન કહી શકાય. વ્યવહાર સમ્યગુ દર્શનના સેવનથી નિશ્ચય સમ્યગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાનું અર્થાત્ આત્મસ્વરૂપનું વેદન એ નિશ્ચય સમ્યગદર્શન છે.
૧૮
સમ્યગદર્શનની વ્યાખ્યા