Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 155
________________ થાય છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરવાનું બીજ અહીં રોપાય છે. મિથ્યાત્વની નિવૃત્તિ તે સમ્યક્ત્વ. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે, અથવા કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. ચક્ષુથી કોઈ પણ પ્રકારના રૂપને રાગથી જોવું અગર ચક્ષુથી અણગમતું દેખાય તો દ્વેષ પેદા થવો. કાનથી શબ્દ મનગમતો હોય તો રાગથી સાંભળવો અને અણગમતો હોય તો એ સાંભળીને દ્વેષ કરવો એમ પાંચેય ઈન્દ્રિયના પાંચેય વિષય રાગથી સેવવા અને જે અણગમતા લાગે એમાં દ્વેષ ક૨વો. દેહ અને દેહાર્થ મમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. આ મિથ્યાત્વ પ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યક્ત્વ આવે નહિ. સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એની દશા અદ્ભુત વર્તે. વ્યક્તિના બાહ્યાભિમુખતાના બદલે મોક્ષાભિમુખતા જીવનમાં આવે તેના મૂળમાં સમ્યક્ત્વ છે. સમ્યગ્દર્શન એટલે ચતુર્થ ગુણસ્થાન પ્રાપ્ત થાય. ત્યાંથી પાંચમે, છઠ્ઠ, સાતમે અને આઠમે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી કેટલું અદ્ભુત કાર્ય થઈ શકે છે. આથી સમ્યક્ત્વનું મહત્વ સમજી શકાય છે. અને આ સમ્યગ્દર્શન માત્ર જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાથી નહીં પણ ક્રોધ, માન, માયા, લોભરૂપ ચોકડીની તીવ્રતમ અવસ્થા અર્થાત્ અનંતાનુબંધી કષાયનો વિલય થવાથી જ ઉપલબ્ધ થાય છે. રાગદ્વેષની મંદતા-અતિશય મંદતા તે જ સમ્યક્ત્વ છે. તે દ્વારા જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. જીવ પહેલા ગુણસ્થાનમાં ગ્રંથીભેદ સુધી અનંત વા૨ આવ્યો છે, ને ત્યાંથી વળી ગયો છે. કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યક્ત્વ આવ્યા વિના તેમાંથી કોઈ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી. સમ્યક્ત્વમાં એવું સામર્થ્ય છે કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. સર્વ દોષરહિત એવું સમ્યક્ત્વ તે ધર્મનું મૂળ ગણાય છે અને તે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ એ ત્રણ તત્ત્વની સભ્યપ્રકારે સદ્દહણારૂપ છે. અહીં શંકા થાય કે દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા માત્રથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું હોય તો પછી નવ તત્ત્વ, છ દ્રવ્ય, છ સ્થાન આદિ પર શ્રદ્ધા કરવાની શું જરૂર છે ? એનું સમાધાન ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૧૪૩

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172