Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 162
________________ અર્થ લોકો, તમે સમ્યગ્ગદર્શન રૂપી સુધાજલનું પાન કરો, કારણ કે તે અતુલ ગુણોનું નિધાન છે, સર્વ કલ્યાણનું બીજ છે, જન્મમરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ છે, ભવ્ય જીવોનું એક લક્ષણ છે. પાપરૂપી વૃક્ષને છેદવા માટેનો કુહાડો છે, પવિત્ર એવું તીર્થ છે, સર્વ રીતે શ્રેષ્ઠ છે અને મિથ્યાત્વને જિતનારું છે. આવું સમ્યગદર્શન એ શું છે તે શ્રી કુંદકુંદાચાર્ય મોક્ષપાહુડમાં કહે છે - हिंसारहिए धम्मे अट्ठारहदोसवाज्जिए देवे। णिग्गंथे पव्वयणे सद्दहणं होइ सम्मत्तं।।४०।। અર્થ : હિંસારહિત ધર્મમાં, અઢાર દોષ રહિત દેવમાં અને નિર્ગથ મોક્ષમાર્ગ કે સાધુમાર્ગમાં જે શ્રદ્ધાન છે તે સમ્યગ્દર્શન છે. अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं पमाणं च। इच्चाइ सुहो भावो, सम्मत्तं बिति जगगुरुणो।। અર્થ : અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરુ અને જિનમત એ જ પ્રામાણિક સત્ય ધર્મ, આવો જે આત્માનો શુભ પરિણામ તેને શ્રી જિનેશ્વર દેવો સમ્યકત્વ કહે છે. શ્રી કુંદકુંદાચાર્ય દર્શનપાહુડમાં કહે છે - जीवादी सद्दहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तां। ववहारा णिच्छयदो अप्पाणं हवइ सम्मत्तं।। અર્થ : વ્યવહાર નથી જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરવું તે સમ્યગદર્શન છે. પરંતુ નિશ્ચયનયથી પોતાનો આત્મા જ સમ્યગ્દર્શન રૂપ છે અથવા શુદ્ધ આત્મા જ હું છું એવું શ્રદ્ધાન સમ્યકત્વ છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે. શ્રી હરિભદ્રસૂરિ ઉપદેશપદમાં કહે છે - पायनणक्रवेअमिणं, अणुहवगम्मं तु सुद्धभावाणं। भवरवयकरंति गरुअं, बुहेहिं सयमेव विण्णेयं।। ૧પ૦ સમ્યકત્વનું મહાભ્ય )

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172