Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 151
________________ ૧ ૨ નારકી, તિર્યંચ ને દેવગતિના જીવોને છે સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? નરકભૂમિમાં રહેલા નારકોને જો સમ્યકત્વની પ્રાપ્તિ થવાની હોય તો ત્રણ કારણોથી થશે - ૧) જાતિસ્મરણ જ્ઞાન - નરકભૂમિની તીવ્રતમ વેદનાઓને ભોગવતા તેમને તીર્થકર ભગવંતોના જન્મકલ્યાણક કે બીજા કોઈ નિમિત્તથી જાતિસ્મરણ જ્ઞાન થાય છે, ત્યારે પૂર્વે કરેલી દેવ, ગુરુ કે ધર્મની વિરાધનાઓની તેમને સ્મૃતિ થાય છે અને તેનો પશ્ચાતાપ થાય છે તેથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. ૨) ધર્મશ્રવણથી - પૂર્વભવના સ્વજનો કે સંબંધીઓ જે દેવલોકમાં દેવ બન્યા છે, તેઓ તેમને ધર્મ પમાડવા વૈક્રિય સ્વરૂપે નરકમાં જઈને ધર્મબોધ આપી પૂર્વભવની યાદ અપાવે છે. ફળસ્વરૂપે તે નારકોને ખેદ થતા સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ૩) વેદનાના અનુભવથી - નારકીનાં જીવો નરકમાં ક્ષેત્રવેદના, પારસ્પરિક વેદના કે પરમાધામીકૃત અતિ વેદનાનો અનુભવ કરતા પોતાના વિમંગાવધિ જ્ઞાનથી વિચારે છે કે, “મારા પૂર્વભવમાં મેં ભયંકરમાં ભયંકર પાપકર્મો કર્યા હશે, શરાબ, વેશ્યા, પરસ્ત્રીગમન આદિ

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172