________________
b) સિદ્ધ - આઠે કર્મોનો નાશ કરી, દેહાતીત થઈ, મુક્ત થઈ સિદ્ધશીલામાં બિરાજે છે. અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, આનંદ ગુણોંથી યુક્ત છે. નિરંજન, નિર્વિકાર, નિર્વિકલ્પ, અરૂપી, નિર્ભય, અવ્યય, અવ્યાબાધ ઈત્યાદિ અનેક ગુણોને સિદ્ધ ભગવાન ધારણ કરે છે. c) ચૈત્ય - એટલે અરિહંત પરમાત્માની પ્રતિમા. તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં વિતરાગતા અને શાંતરસથી ભરપૂર તેમની પ્રતિકૃતિ અરિહંતના સ્વરૂપને આપણી સમક્ષ કરે છે. આ પ્રતિમા શાશ્વત અને અશાશ્વત એમ બે ભેદે હોય છે. ઉર્ધ્વ, અધો અને તિસ્કૃલોકમાં રહેલ શાશ્વત ચૈત્યોમાં બિરાજમાન શાશ્વત પ્રતિમા હોય છે, શેષ અશાશ્વત પ્રતિમાઓ છે. d) આગમ (મૃત) - તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલ અને ગણધર ભગવંતો દ્વારા રચાયેલ શાસ્ત્રો જે આગમ કહેવાય છે, દ્વાદશાંગી કહેવાય છે તથા તેના વિવેચન રૂપે પછીના આચાર્યોએ જે ગ્રંથો લખ્યા છે જેમાં જૈન દર્શનના સિદ્ધાંતો રહેલા છે જેમ કે તત્વાર્થસૂત્ર ઈત્યાદિ તે “શ્રુત’ કહેવાય છે. e) ધર્મ - ક્ષમા આદિ દસ પ્રકારના યતિધર્મ છે. જે કષાય અને વિષયોનો ત્યાગ કરાવનાર છે, પાપની મલિન વૃત્તિઓનો ત્યાગ કરાવનાર છે. એ દસ પ્રકાર નીચે પ્રમાણે છે – (૧) ક્ષમા - ક્રોધનો ત્યાગ (૨) નમતા - માનનો ત્યાગ (૩) આર્જવતા - માયાનો ત્યાગ (૪) સંતોષ - લોભનો ત્યાગ (૫) તપ - (૬ બાહ્ય અને ૬ અત્યંતર) મનની વિવિધ ઈચ્છાઓનો વિરોધ કરવારૂપ તપ (૬) સત્તર ભેદે સંયમ - મન અને ઈદ્રિયો પર વિજય (૭) શૌચ - દ્રવ્ય અને ભાવથી નિર્મળતા (૮) સત્ય (૯) અપરિગ્રહ (૧૦) બ્રહ્મચર્ય. આ દસ પ્રકારનો ધર્મ આત્માને એના વિશુદ્ધ સ્વરૂપ તરફ લઈ જનાર છે. f) સાધુ - મોક્ષમાર્ગની સાધના કરનાર સર્વવિરતિધર, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોનું પાલન કરનાર, છ
૫૪
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )