Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 157
________________ શ્રુતધર્મ સમસ્ત ધર્મ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દ્રવ્ય, ગુણ, પર્યાય આદિ)નું મૂળ છે. આવા અલૌકિક નિગ્રંથ પ્રવચન પર અટલ શ્રદ્ધા થવી તે જ સમ્યગ્દર્શન છે. “तमेव सच्चं निस्संकं जं जं जिणेहिं पवेइयं । " અર્થાત્ ‘વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી દેવાધિદેવે જે પ્રતિપાદન કર્યું છે તે પૂર્ણપણે સત્ય છે, સંદેહરહિત છે' એવું ઢપણે માનવું. અર્થાત્ જીવ માટે જો કોઈ પ્રયોજનભૂત, હિતકારી વસ્તુ હોય તો એકમાત્ર નિગ્રંથ પ્રવચન જ છે, સર્વશ્રેષ્ઠ કાર્ય-સાધન પણ નિગ્રંથ પ્રવચન જ છે. આ સિવાય સંસારની બધી વસ્તુઓ, બધી ક્રિયાઓ દુ:ખ પરંપરાને અર્થાત્ આ સંસારના પરિભ્રમણને વધારનારી છે. આવી દેઢ શ્રદ્ધા રાખનારા અને અનિષ્ટ સંયોગો, વિપરીત પરિસ્થિતિઓમાં પણ શ્રદ્ધાને ટકાવી રાખવાવાળા ભવાંતરે પણ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ત્રણે જગતમાં કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો તે સમ્યક્ત્વ જ છે. सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वमित्रान्न परं हि मित्रम् । सम्यक्त्वबंधोर्न परो हि बंधुः, सम्यक्त्वलाभान्न परो हि लाभ।। અર્થ : સમ્યક્ત્વરત્ન કરતા બીજું કોઈ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યક્ત્વ મિત્ર કરતા બીજો કોઈ પરમ મિત્ર નથી, સમ્યક્ત્વરૂપ બંધુ કરતા અન્ય કોઈ પ૨મ બંધુ નથી અને સમ્યક્ત્વના લાભ કરતા બીજો કોઈ અધિક લાભ નથી. આવા સમ્યગ્દર્શન વિનાના બીજા બધા વ્રત-નિયમો સેનાપતિ વિનાની સેના જેમ છે. અનુકુલ પવન વિના જેમ ખેતી ફળદાયક થતી નથી તેમ સમ્યક્ત્વ વિના બધી ક્રિયાઓ પ્રાયઃ અલ્પ ફળ આપનારી હોય છે. દેવપૂજા, તપ, દાન અને શીલ વિગેરે જો સમ્યક્ત્વ સાથે આચરેલા હોય તો જ તે યથાર્થ રીતે ફળદાયક થાય છે. "दानानि शीलानि तपांसि पूजा, सत्तीर्थयात्रा प्रवरा दया च । सुश्रावकत्वं व्रतधारणं च, सम्यक्त्वमूलानि महाफलानि ।। અર્થ : દાન, શીલ, તપ, સતીર્થયાત્રા, શ્રેષ્ઠ દયા, સુશ્રાવકપણું અને વ્રતધારણ વિગેરે જો સમ્યક્ત્વ મૂળપૂર્વક હોય તો મહાફળ આપવાવાળા થાય છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૧૪૫

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172