Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 149
________________ ૩) દેશના લબ્ધિ - દેશના એટલે મોક્ષ પ્રાપ્તિનો ઉપદેશ. આપ્તપુરુષોએ ઉપદેશેલા તત્ત્વોનું ગ્રહણ અને તેના ઉપર ચિંતન કરવું તે દેશના લબ્ધિ છે. જેને ક્ષયોપશમ લબ્ધિ પ્રગટી છે અને જેના પરિણામ વિશુદ્ધ થયા છે એ દેશનાલબ્ધિને યથાર્થપણે ગ્રહણ કરી શકે છે. એને આચાર્યાદિ ગુર્નાદિકના દર્શન કરવાની, જિનવાણી શ્રવણ કરવાની, સંત સમાગમ કરી નવ તત્ત્વ, ષડૂ દ્રવ્યને જાણવાની રૂચિ જન્મે છે. તે જીવ સત્સમાગમથી તત્વનો જાણકાર બને છે. ૪) પ્રાયોગ્ય લબ્ધિ - સત્તાગત કર્મોની સ્થિતિ સ્વયં ઘટીને માત્ર અંતઃ કોડાકોડી સાગરપ્રમાણ રહી જાય એવા આત્માના પરિણામ થવાની યોગ્યતા પ્રાપ્ત થવી તે પ્રાયોગ્યલબ્ધિ છે. ઉપરની ત્રણ લબ્ધિ પ્રાપ્ત થયેલો જીવ સમયે સમયે પરિણામોની વિશુદ્ધિ કરતો જાય છે. તત્ત્વજ્ઞાનના શ્રવણ આદિ દેશનાલબ્ધિથી જીવ સ્વરૂપને જાણે છે ત્યારે તેને પરપદાર્થ પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું જાય છે. પોતાનું આત્મકલ્યાણ કરવાની ભાવના ઉત્કટપણે હોય છે. કષાયભાવો અતિ મંદ કરી ઉપશમભાવને પામતો જાય છે. જેમ જેમ કષાયની મંદતા થાય છે તેમ આત્માના શુદ્ધ ગુણોનો વિકાસ થતો જાય છે. તેનો ઉપયોગ પરથી હટી આત્માની સન્મુખ ઉત્તરોત્તર સૂક્ષ્મ થતો જાય છે. આયુષ્યકર્મ સિવાયના બાકી સાત કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમથી ઓછી કરે છે. પરિણામે આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ પ્રાયોગ્ય લબ્ધિ છે. આ લબ્ધિ પ્રાપ્ત થાય ત્યારે જીવ ગ્રંથિભેદ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પાત્રતા મળ્યા પછી ગ્રંથિભેદ કરવા તત્પર બને તેને કરણ” કહેવાય છે. તેની દષ્ટિ એકમાત્ર આત્મતત્ત્વ ઉપર ચોટે છે. ‘મારે મારા જ્ઞાનાનંદસ્વરૂપનું વેદન કરવું જ છે' એવી ભાવના સતત જાગૃત રહે છે. મિથ્યાત્વરસની માત્રા અત્યંત અલ્પ રહે છે અને તે કરણલબ્ધિમાં પ્રવેશ કરે છે. ૫) કરણલબ્ધિ - મોહનીય કર્મ અને કષાયોની ઉત્તરોત્તર મંદતાને ‘કરણ” કહેવાય છે. જીવના મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ થાય છે અને સમ્યગ્દર્શનરૂપી સૂર્યનો ઉદય થાય છે. આત્માને સમ્યકત્વ પ્રાપ્ત કરાવે એવા ભાવોની પ્રાપ્તિ થવી તે ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૩૭

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172