Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 144
________________ ૨) નિઃકાંક્ષિતા - ધર્મકરણીના ફળ રૂપે કોઈપણ ભૌતિક વસ્તુની કામના કે ઈચ્છા કરે નહિ. કારણ કે સમ્યગ્દર્શી જીવો સંસારના ઈંદ્રિયજન્ય સુખોમાં સુખપણાની શ્રદ્ધા રાખતા નથી. તે એવા સુખને પરાધીન, દુ:ખના મૂળ, આકુલતામય, તૃષ્ણાવર્ધક માને છે. જે ક્રિયા કરે છે તે આત્માર્થે, કર્મનિર્જરા માટે કરે છે. ૩) નિર્વિચિકિત્સા - ધર્મકરણીના ફળ સંબંધી જરા પણ સંદેહ ન થવો તે. લોકો ધર્મક્રિયા, અનુષ્ઠાનાદિ કરતા હોય છે, સંયમનું પાલન પણ કરતા હોય છે છતાં તેમના મનમાં શંકા થતી હોય છે કે આ ક્રિયા, તપનું કંઈ ફળ મળતું હશે ? નજર સામે તો ફળ દેખાતું નથી. આમ વિચારી ક્રિયા અનુષ્ઠાન કરતા બંધ થઈ જાય કે સંયમ પાલનમાં શિથિલ બને તેને ‘વિચિકિત્સા' કહ્યું છે. તેવો સંદેહ રાખ્યા વગર ભાવપૂર્વક જે ક્રિયા કરે તે ‘નિર્વિચિકિત્સા’ છે. જે લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવનું હોય છે. નિર્વિચિકિત્સાનો બીજો અર્થ છે સાધુ સાધ્વીજીના મેલા કપડા જોઈ તેમની ‘દુગંછા’ અર્થાત્ ઘૃણા કે તિરસ્કાર ન કરવું તે. ૪) અમૂઢદૃષ્ટિ - મૂઢતા રહિત અર્થાત્ મુંઝવણ વિનાની ‘વિવેક દૃષ્ટિ’ હિતઅહિત અર્થાત્ હેય શું છે અને ઉપાદેય શું છે એ જે વિચારી શકે તે અમૂઢદૃષ્ટિવાળો કહેવાય છે. કલ્યાણમાર્ગ એટલે અહિંસા, તપ, સંયમ રૂપી પરમ મંગલકારી એવા ધર્મમાર્ગની જાણ થાય છે અને અઢાર પાપસ્થાનરૂપી પાપમાર્ગની પણ જાણ થાય છે. અમૂઢદૃષ્ટિ જીવ આ બંને માર્ગ યથાર્થ રીતે જાણીને જે કલ્યાણકારી છે તેનું આચરણ કરે છે. ૫) ઉપગુહન - બીજાના ગુણોની પ્રશંસા કરવી, આદર કરવો તે ઉપગુહન છે. જેને આપણે ‘પ્રમોદ’ ભાવના કહીએ છીએ. જે પરના ગુણોની પ્રશંસા કરે તે પોતાના ગુણોને ગોપવે, આત્મશ્લાઘા કરે નહિ. ૬) સ્થિતિકરણ - પોતાના આત્માને સદા ધર્મમાં સ્થિર રાખે અને બીજા કોઈ ૧૩૨ સમ્યગ્દર્શનના આઠ અંગ

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172