Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 146
________________ ક૨ના૨ા જ્યારે ધર્મની હાનિ થતી હોય તો તે વિદ્યાઓનો પ્રયોગ કરી ધર્મનું રક્ષણ કરે, ભૌતિક લાભ માટે એનો ઉપયોગ ન કરે. કાલિકાચાર્યે ગર્દભી વિદ્યાનો પ્રયોગ કરી સરસ્વતી સાધ્વીજીને ઉજ્જયનીના રાજાના સકંજામાંથી છોડાવ્યા. g) વ્રત પ્રભાવના – માન કે પ્રશંસાની આકાંક્ષા વગર આત્મ કલ્યાણાર્થે પંચેંદ્રિયના વિષયોનો ત્યાગ કરવો, એના માટે વ્રત-પચ્ચક્ખાણ કરવા. તે વ્રત પ્રભાવના જેમ કે ગૃહસ્થ આજીવન બ્રહ્મચર્યવ્રત, કંદમૂળ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, આયંબિલ, ઉપવાસ આદિ વ્રતો કરીને ધર્મની પ્રભાવના કરી શકે છે. h) કવિ પ્રભાવના - તીર્થંક૨ ૫૨માત્માના ગુણાનુવાદરૂપે સ્તવન, સ્તોત્ર, પદ, છંદ વગેરેની રચના કરી તેને મધુર રાગે સંભળાવવાથી ધર્મ પ્રભાવના થાય છે. લોકો ધર્મના અનુરાગી બને છે. જેમ કે ભદ્રબાહુ સ્વામીએ રચેલું વિઘ્નવિનાશક ઉલ્વસગ્ગહર સ્તોત્ર, શ્રી સિદ્ધસેન દિવાકરજીએ રચેલું કલ્યાણમંદિર સ્તોત્ર, શ્રી માનતુંગસૂરિએ રચેલું ભક્તામર સ્તોત્ર તેમજ ૨૪ તીર્થંકરોના સ્તવન માટે રચાયેલી ચોવિસીઓ – આનંદઘન ચોવીસી, દેવચન્દ્ર ચોવીસી આદિ. સમ્યગ્દષ્ટ આત્મા આ આઠ અંગનું પાલન સહજતાથી કરતો હોય છે. ૧૩૪ સમ્યગ્દર્શનના આઠ અંગ

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172