________________
પ્રગટ થાય છે. એ ત્રિકાળી દ્રવ્યના લક્ષે જ પ્રગટ થાય છે.
(૨૦) અહો ! જિનવચનો પરમ ઉપકારી છે. જિન શાસન ચર્ચાનો વિષય નથી, વાદ વિવાદનો વિષય નથી, વાંચવાનો, બોલવાનો વિષય નથી, એ સાંભળવાનો વિષય પણ નથી. એ જીવન જીવવાનો વિષય છે. જેણે જીવનને આત્મસ્વરૂપ જાણવામાં લગાડયું છે એ વિશ્વમાં શ્રેષ્ઠ છે. મહાભાગ્યવાન છે. આ જૈનદર્શન તે સંપ્રદાય નથી, વાડોનથી, પંથ નથી. વેષ નથી. જૈન દર્શન વિશ્વદર્શન છે. વસ્તુ દર્શન છે. સ્વરૂપ દર્શન છે. તારા સ્વરૂપનું કોઈ અચિંત્ય મહાત્મ્ય છે. તારા નિધાન અંદર પડયા છે. અંદર તો નજર કર. તું અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છો અંદર તો નજર કર. એકલું ચૈતન્યનું દળ અંદર પડયું છે. ચૈતન્ય ચમત્કાર ! અરે ભગવાન એકવાર અંદર નજર તો કર. અંતર્મુખદૃષ્ટિની આ કમાલ છે. આ શ્રધ્ધાનો ચમત્કાર છે. અનાદિથી જે કાર્ય સિધ્ધ થયું ન હતું. અનુભૂતિકાળે સફળ થઈ જાય છે. આ પર્યાય ધ્રુવમય થઈ આનંદના મહાસાગરમાં મહાસાગર બની જાય છે.
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(6)
(૮)
(૯)
આ પર્યાય પ્રવાહરૂપ ધ્રુવ થઈ જાય છે. સદેશ ! સદેશ ! સદેશ ! અભેદ ! અભેદ ! અભેદ! વેદન ! વેદન ! વેદન! આનંદ ! આનંદ! આનંદ! વિશ્વમાં સત્ એક જ હોય. ત્યાં કાળભેદ નથી, ત્યાં તો અનંત અનંત અનંત આનંદનો સાગર ઉછળી રહ્યો છે. આ છે જૈન દર્શન આત્માનુભૂતિ.
(૧) જ્ઞાન સ્વભાવ
અહાહા....! ભગવાન ! આ તારી લીલા તો જો ભાઈ ! કોઈ લોકો ઈશ્વરની લીલા કહે છે તે નહિ, આ તો તારી લીલા પ્રભુ !
અનાદિ વિકારમાં રહ્યો તેય તું, અને નિર્વિકારમાં આવ્યો તેય તું ! અદ્ભુત ચમત્કારી વસ્તુ બાપુ !
એની કેવળદર્શનની એક સમયની પર્યાય આખા લોકાલોકના પદાર્થોને આ જીવ કે અજીવ એમ ભેદ પાડયા વિના સામાન્ય અવલોકે, જ્યારે તે જ સમયે પ્રગટ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકના પ્રત્યેક પદાર્થને ભિન્ન - ભિન્ન ભિન્ન - ભિન્ન કરીને જાણે.
વળી પ્રત્યેક સમય કેવળજ્ઞાનની પર્યાય અનંતકાળ પર્યંત થયા કરે તોય દ્રવ્ય તો એવું ને એવું રહે, કાંઈ વધઘટ વિનાનું.
અહો ! દ્રવ્યનો ચૈતન્ય ચમત્કારી સ્વભાવ કોઈ પરમ અદ્ભુત છે.
અહો ! આવો જ્ઞાનસ્વભાવ છે. સ્વભાવમાં તર્ક શું ? સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન અદ્ભુત અલૌકિક છે. તેનો પાર સમ્યજ્ઞાન જ પામી શકે.
કેવળજ્ઞાનની પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિચ્છેદ છે. અનંતા કેવળીને તે એક સમયમાં જાણે . શ્રુતજ્ઞાનની પર્યાય પણ એવડી જ છે, પ્રત્યક્ષ પરોક્ષનો ફેર છે. અહાહા...! જે પર્યાયમાં અનંત દ્રવ્ય-ગુણ- પર્યાય પ્રત્યક્ષ જણાય તે પર્યાયનું સ્વરૂપ જેટલું છે તેટલું જ બીજે સમયે, ત્રીજે સમયે એમ અનંતકાળ પર્યંત રહે છે. અહીં ! આવો કોઈ ચૈતન્ય વસ્તુનો અદ્ભુત આત્માનો સહજ અદ્ભુત વૈભવ છે. ષદ્ગુણ હાનિવૃધ્ધિ કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. જે સમયે અનંતગુણ વૃધ્ધિ તે જ સમયે અનંતગુણ હાનિ થાય છે, કેવળજ્ઞાનમાં બધું
અદ્ભુત સ્વભાવ છે.
-
(૭)
-