________________
પરિણમન એટલે જાણવું થયા જ કરે છે. આ જ્ઞાનમાં ચાલતી નિરંતર પ્રક્રિયા છે. (૧૦) “હું પરને જાણું છું' એ માન્યતા રાગ-દ્વેષના અનિષ્ટનું મૂળિયું છે ઉપયોગ દોષીત નથી
પણ જાણવાની ક્રિયામાં જે મિથ્યા માન્યતા વર્તે છે એ દોષ ઊભા કરે છે, એથી જ ઈષ્ટ-અનિષ્ટની બુધ્ધિ ઉત્પન્ન થાય છે. વળી મિથ્યાત્વ એ ભય પાપ છે, એ બંધ છે, ભવનો હેતુ થઈ રહ્યું છે. એ જે જ્ઞાનસ્વરૂપની સાચી સમજણ કરીને જાત્યાંતર થાય છે
તે ભવનો અભાવ કરે છે. શ્રધ્ધા : (૧૧) મારાપણાની માન્યતા કોણ કરે છે ? એ શ્રધ્ધાની પયાર્ય કરે છે. એવી એ વિપરીત
માન્યતારૂપ શ્રધ્ધાની પર્યાય એ મિથ્યાત્વ છે. જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતાના કારણે આ પ્રતિભાસ થાય છે. જ્ઞાનની વિશેષરૂપ જ્ઞાનની પર્યાય એમાં જોડાઈ જાય છે અને એવી આ જ્ઞાનની પર્યાય અજ્ઞાન નામ પામે છે. હવે ભેજ્ઞાનની કળા ખ્યાલમાં આવી જાય તો. પાંચ ઈન્દ્રિયોના વિષયોના પ્રતિભાસમાં જોડાઈ જવાને બદલે જ્ઞાન જ્ઞાયક પ્રતિ સન્મુખ થાય અને જ્ઞાનની પર્યાય નિર્ણય લે, “જે જણાય છે તે હું જ છું” તો શ્રધ્ધા
પણ એમાં અહં સ્થાપીને નિઃશંક અંતર્મુખ થઈ જાય. (૧૨) અનંતગુણોમાં આ શ્રધ્ધાળુણ એક જ એવો ગુણ છે કે જે ત્રિકાળીને એક સમયમાં
પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. અર્થાત ચોથે ગુણસ્થાને શ્રધ્ધા એક સમયમાં પરિપૂર્ણ શુધ્ધતાને પામી જાય છે. સ્વ પર પ્રકાશનના પ્રમાણરૂપ ભાગમાંથી સમ્યક્રએકાન્ત કરીને સ્વપ્રકાશનમાં મને તો જ્ઞાયક જ જણાય છે એમ જાણતી માનતી પર્યાય જ્ઞાયકની સાથે એકમેક થઈને “આ જ હું છું' એમ તે મય પરિણમી જાય છે. હવે પર્યાય પણ અભેદ થઈ ગઈ. વસ્તુ નિર્વિકલ્પ છે તો પર્યાય નિર્વિકલ્પ થાય તો જ દ્રવ્ય સાથે અભેદ થઈ શકે. “હું જ ધ્રુવ દ્રવ્ય છું' એવી નિઃશંક પ્રતીતિ થાય છે. ત્યારે વેદન પ્રગટ થાય છે. આને તદરૂપભવન કહે છે. સ્વદ્રવ્યમાં કે જે આનંદનો સાગર છે તેમાં “અહમની સ્થાપના કરે તેને અનંત અતીન્દ્રિય આનંદ
પ્રગટે છે. (૧૩) દષ્ટિમાં દ્રવ્ય આવે છે અને પર્યાયમાં વેદન આવે છે. દ્રવ્ય જેવું છે એવું એનું હોવાપણું
પર્યાયમાં વેદનરૂપે - આસ્વાદરૂપે આવે છે. દષ્ટિ દ્રવ્યનો સ્વીકાર કરે છે ત્યારે એ દ્રવ્યનું સમસ્ત અને સર્વ સામર્થ્ય જેમ છે તેમ દ્રવ્ય-ગુણ સહિત આખે આખું જ્ઞાનમાં વેદન પ્રત્યક્ષ અખંડ ૉય બની જાય છે, અહીં પર્યાય અભેદ છે. આ ધ્યેયપૂર્વક શેય છે. જેવું ધ્રુવદ્રવ્ય તદમયરૂપ છે. પોતારૂપ છે જેવું હોવારૂપ અસ્તિત્વ છે. એવું જ પર્યાયમાં તે મય મવન પરિણમવું થાય છે. જેવો ત્રિકાળી છે એવું જ તદરૂપ પરિણમન સમયે સમયે થતું જાય છે. જ્ઞાન જ્યારે શ્રધ્ધારૂપ પરિણમશે ત્યારે જ જ્ઞાનત્વ પ્રગટ થશે. “વસ્તુ અભેદ. એકરૂપ છે. એ જ્ઞાનનો વિષય છે. “વસ્તુ એકાકાર છે એ દષ્ટિનો વિષય છે.
પુરુષાર્થ :
(૧૪) આત્મામાં અનંત શક્તિઓ છે. એ પ્રત્યેક સ્વયં સંચાલીત છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે
એનો સ્વીકાર એ જ અનંતો પુરષાર્થ છે. તારો પુરુષાર્થ કયાં કામ કરે છે ? પોતાના અસ્તિત્વમાં જ કામ કરે. સ્વરૂપનો સ્વીકાર થતાં જ તત્કાળ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. મારું અસ્તિત્વ ધ્રુવ સ્વરૂપે અત્યારે વર્તમાનમાં છે જ, એ પ્રાપ્ત જ છે. હવે
વર્તમાનમાં જ નિરંતરતા એવી થવી જોઈએ કે મારું ધ્રુવ અસ્તિત્વ છે. (૧૫) બસ ! આ સ્વીકાર.. આ જ પુરુષાર્થ છે. અન્ય કોઈ પુરુષાર્થ થઈ શકે જ નહીં.