________________
૨.
3.
૪.
૫.
૬.
*6
૮.
૯.
(૨૧)
જેને જ્ઞાનધારામાં જ્ઞાયકનું જ્ઞાન થયું છે તેને રાગાદિ પરશેયોનું જે જ્ઞાન થાય છે તે શેચને લઈને થાય એવી પરાધીનતા જ્ઞાનને નથી. શુભાશુભ ભાવોથી ભિન્ન પડીને જેને ચૈતન્યની દૈષ્ટિ થઈ છે તેને જ્ઞાનની પર્યાયમાં સ્વ-પરનું જે જ્ઞાન થયું તે, પરજ્ઞેય છે માટે પર સંબંધી જ્ઞાન થયું છે-એમ નથી, જ્ઞાનના સ્વ-પર પ્રકાશપણાને લઈને જ્ઞાન થયું છે. તેથી રાગને-જ્ઞેયને જાણતાં જ્ઞેયકૃત જ્ઞાન છે એમ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાન છે.(૧૨૮)
સ્વ-પર પ્રકાશક જ્ઞાનકુંજ-જ્ઞાયક પ્રભુ તો શુદ્ધ જ છે, પણ રાગથી ભિન્ન પડીને ઉપાસવામાં આવે તેને તે શુદ્ધ' છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્રતા કરતાં જે શુદ્ધતા પ્રગટે છે તેને તે શુદ્ધ’ છે. રાગના વિકલ્પપણે થયો નથી માટે રાગાદિથી ભિન્ન પડીને જ્ઞાયકને સેવવામાં આવતાં જેને પર્યાયમાં શુદ્ધતાનો નમુનો આવ્યો તેને તે ‘શુદ્ધ' છે એમ પ્રતીતિમાં આવે છે, રાગના પ્રેમીને તે ‘શુદ્ધ’ છે એમ પ્રતીતિમાં આવતો નથી.(૧૨૯)
સ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. એકલા પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે, કારણ કે સ્વસ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના, એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈ, પૂર્ણ સાધ્યને સાધવું.(૧૭૮)
જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ વિરાગી ઉદ્દયમાં આવેલાં કર્મને માત્ર જાણી લે છે. ભોગોપયોગમાં હોવાં છતાં જ્ઞાની રાગની અને શરીરાદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે. પોતે જ્ઞાતાપણે પરિણમી રહ્યો છે ને !(૧૯૪) જે જ્ઞાન સાથે આનંદન આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે.(૨૫૩) અંતરમાં સ્વસંવેદન જ્ઞાન ખીલ્યું ત્યાં પોતાને તેનું વેદન થયું પછી તેને કોઈ જ્ઞાનને બજા જાણે કે નજાણે તેની કઈ જ્ઞાની અપેક્ષા નથી. જેમ સુગંધી તેની સુગંધ બીજા કોઈ લે કે ન લે તેની અપેક્ષા ફૂલને નથી, તે ખીલે છે
તો પોતે
પોતાનામાં જ સુગંધ થી ખીલ્યું છેએ. તેમ ધર્માત્માને પોતાનું આંનદમય સ્વસંવેદન થયું છે તે કોઈ બીજાને દેખાડવા માટે નથી, બીજા જાણે તો પોતાને શાંતિ થાય-એવું કાંઈ ધર્મીને નથી, તે તો પોતે અંદર એકલો પોતાના એકત્ત્વમાં આનંદરૂપે પરિણમી જ રહ્યો છે. (૧૮૬)
દુનિયામાં મારું જ્ઞાન પ્રસિદ્ધ થાઓ, દુનિયા મારી પ્રશંસા કરે અને હું જે કરું છું તેનાથી દુનિયા રાજી થાય-એમ અંદર અભિમાનનું જેને પ્રયોજન હોય તેનું, ધારણા રૂપ જ્ઞાન ભલે સાચું હોય તો પણ, ખરેખર અજ્ઞાન છે-મિથ્યાજ્ઞાન છે. ભાષા બહુ મલાવે તો વસ્તુ અંદર આવી જાય એમ નથી. અંદર સ્વભાવની હૅષ્ટિ કરે, તેનું લક્ષ કરે, તેનો આશ્રય કરે, તેની સન્મુખ જાય, ત્યારે અતીન્દ્રિય શાંતિ અને આનંદ મળે છે.(૧૮૪)
જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જ્ઞાનમાં કાળભેદ નથી, જ્ઞાનને વજન નથી અને જ્ઞાનમાં વિકાર નથી.
૧.
કાળને ખાઈ જાય એવો અરૂપી જ્ઞાનમૂર્તિ આત્મા છે. જ્ઞાનમાં પચાસ વર્ષ પહેલાંની વાત યાદ કરવા માટે વચલાં ઓગણપચાસ વર્ષની વાતને સંભારવી પડતી નથી. જે રીતે ગઈ કાલની વાત યાદ આવે છે તે જ રીતે પચાસ વર્ષ પહેલાંની વાત પણ ઝટ યાદ આવી જાય છે માટે જ્ઞાનમાં કાળભેદ પડતો નથી.